અમદાવાદ : અમદાવાદમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના બની છે જેમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત થયું છે, આ અકસ્માત થલતેજ મેટ્રો બ્રિજ નીચે થયો હતો, એવું જાણવા મળ્યું છે કે ટ્રક ચાલકે રિક્ષાને ટક્કર મારી હતી અને 24 વર્ષીય ગૌતમ ચૌહાણનું મોત થયું હતું, ત્યારબાદ ટ્રાફિક પોલીસે ઘટનાસ્થળે જઈને વધુ તપાસ કરી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના થલતેજ બ્રિજ નીચે હિટ એન્ડ રનની ઘટના બની છે જેમાં મુસાફર રિક્ષામાંથી નીચે ઉતર્યો હતો અને ટ્રક ચાલકે પૂરપાટ ઝડપે આવીને મુસાફરને ટક્કર મારી હતી અને તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ દુર્ઘટના સ્થળ પર દોડી આવી હતી. ટ્રાફિક SG 1 પોલીસે ફરિયાદ દાખલ કરી ફરાર ટ્રક ચાલકની શોધ શરૂ કરી છે, ત્યારબાદ મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે અને પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ સંબંધીઓને સોંપવામાં આવશે.
કાયદા મુજબ, જો રસ્તા પર હિટ એન્ડ રનની ઘટના બને તો ડ્રાઇવરને 10 વર્ષની જેલની સજા થશે. તેને દંડ પણ ભરવો પડશે. હવે, નવા નિયમ મુજબ, જો કોઈ વાહનચાલક કોઈને કાર સાથે ટક્કર મારે છે અને પોલીસ પ્રશાસનને જાણ કર્યા વિના ઘટનાસ્થળેથી ભાગી જાય છે, તો તેને 10 વર્ષ સુધીની જેલની સજા થશે અને દંડ પણ ભરવો પડશે.
થોડા દિવસ અગાઉ અમદાવાદમાં રવિવારે મોડી રાત્રે શીલજ કેનાલ રોડ પર એક અર્ટિગા કાર અને મોટરસાઇકલ વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં બે યુવાનોના મોત થયા હતા. આમ શહેરમાં વધતી જતી ગતિના આતંકે વધુ બે યુવાનોના જીવ લીધા છે. અમદાવાદના નવરંગપુરા અને ચાંદખેડા બાદ હવે શીલજમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે.