અમદાવાદ : અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં મહિલાઓની સુરક્ષા સામે મોટો સવાલ છે. નાની બાળકીઓથી લઈને મોટી ઉમરની સ્ત્રીઓ પણ હવે સુરક્ષિત રહી નથી. તેવું જણાઈ આવે છે. નાની બાળકીથી લઈને મોટી મહિલાઓ સાથે દુષ્કર્મ-અપહરણની ઘણી ઘટનાઓ અવારનવાર સામે આવતી રહે છે. જેના લીધે મહિલાઓ ઘરની બહાર સુરક્ષિત નથી. તેવી ઘટનાઓ ઘણીવાર સામે આવે છે. આવો જ ચેતવણીરૂપ કિસ્સો અમદાવાદના નવરંગપુરામાંથી સામે આવ્યો છે. નવરંગપુરામાં 4 વર્ષની બાળકીનું અપહરણ કરવામાં આવ્યું હતું. ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શનિવારે સાંજે અમદાવાદના નવરંગપુરામાં આવેલ લૉ ગાર્ડન વિસ્તારમાં બની હતી, જ્યાં બાળકી તેની માતા આરતી ભીલ સાથે પાણીની બોટલ વેચતી હતી. બાળકી અન્ય બાળકો સાથે રમવા માટે બગીચામાં ગઈ હતી પરંતુ, સાંજ સુધી પરત ન ફરતાં માતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. નવરંગપુરા પોલીસ સ્ટેશને ભારતીય ન્યાય સંહિતા હેઠળ અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ અપહરણનો ગુનો નોંધ્યો હતો.અપહરણકારે બાળકીની ઓળખ ન થાય માટે તેના વાળ કપાવી નાખ્યા હતા. તે આરોપીએ બાળકીને છુપાવી રાખી હતી. જેની તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ કરી રહ્યું હતું.અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બાળકીને આરોપીની ચુંગાલમાંથી છોડાવી હતી. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે અપહરણકર્તાના સકંજામાંથી માસૂમને ઉગારી લીધી હતી. બાળકીને જોતા માતાપિતા રડી પડ્યા હતા.
આરોપીને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.આવી ઘણી ઘટનાઓ અમદાવાદમાં બની છે.જેમાં આરોપીઓએ નાની બાળકીઓનું અપહરણ કરીને તેમની સાથે ખરાબ કૃત્ય કર્યું હોય. ત્યારે નાની 4 વર્ષીય બાળકીને કિડનેપરની ચુંગાલમાંથી બચાવી લેવાઈ છે. તેમજ બાળકીને તેના માતાપિતાને પરત સોંપી દેવામાં આવી છે.તો આરોપી સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.