અમદાવાદ : અમદાવાદના વિજય ચાર રસ્તા પાસે વહેલી સવારે AMTS બસનો અકસ્માત થયો. AMTS બસે પૂર ઝડપે ટ્રાફિક સિગ્નલને ટક્કર મારી હતી જેના કારણે ટ્રાફિક સિગ્નલનો થાંભલો રસ્તા પર પડ્યો હતો. સવારના સમયે અવરજવર ઓછી હોવાથી કોઈને ઇજા પહોંચી નહોતી. અકસ્માત બાદ AMTS બસને મેમનગર ડેપોમાં લઈ જવામાં આવી હતી.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના મેમનગર ડેપોથી સવારે AMTS બસ નીકળી હતી, જે વિજય ચાર રસ્તાથી ગુજરાત યુનિવર્સિટી તરફ જઈ રહી હતી. વિજય ચાર રસ્તા ખાતે એક્ટિવાચાલક ટર્ન મારી રહ્યો હતો, જેને બચાવવા જતા બસ અચાનક AMTS બસ થાંભલાને અથડાઈ હતી. બસ થાંભલા સાથે ટકરાતા થાંભલો રસ્તા પર ધરાશાહી થયો છે. જોકે, સવારનો સમય હોવાથી વાહન ચાલકોની અવરજવર ઓછી હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. આ બનાવની જાણ થતા બસના સુપરવાઈઝર સ્થળ પર આવી ગયા હતા. બસને મેમનગર ડેપોમાં લઈ જવામાં આવી હતી જ્યારે પોલીસને પણ આ અંગે જાણ કરવામાં આવી હતી.
AMTS ની ટક્કરથી વિજય ચાર રસ્તા પર ટ્રાફિક સિગ્નલનો થાંભલો ધરાશાહી થયો છે. બસે શોર્ટ બ્રેક મારીને થાંભલા સાથે અથડાવાથી આ ઘટના બની છે, ટાયરે શોર્ટ બ્રેક માર્યાનાં ટાયરનાં નિશાન સ્થળ પર છે. રૂટ નંબર 49/2 ની AMTS બસ હતી. અકસ્માત બાદ થાંભલા પર રહેલા ચેનલ, ટેલીફોન અને ઇન્ટરનેટના કેબલ રસ્તા પર પડ્યા હતા. સદનસીબે કોઇ જાનહાનિ થઈ નથી.