Saturday, February 28, 2026

હાઉસિંગ રીડેવલપમેન્ટમાં જુજ સભ્યો દ્વારા વિરોધ કરાતા નવો ટ્રેન્ડ થયો શરૂ ‘લાફાવાળી’…!!

spot_img
Share

અમદાવાદ : નવા વાડજ, નારણપુરા અને સોલા વિસ્તારની અનેક હાઉસિંગની સોસાયટીઓમાં રીડેવલપમેન્ટની પ્રક્રિયા જાેરશોરથી ચાલી રહી છે, જેમાં અનેક સોસાયટીઓમાં વિવિધ કારણોસર બે ચાર ટકા સભ્યો વિવિધ કારણોસર વિરોધ કરીને સોસાયટીના બાકીના નેવું થી પંચાણું ટકાથી વધુ સભ્યોને બાનમાં લેતા હોવાની ચર્ચાઓ ઉઠી છે, જેને લઈને સોસાયટીઓમાં આંતરિક બોલાચાલી અને ઘર્ષણોના બનાવોની અનેક ઘટનાઓ સામે આવતી હોય છે.તાજેતરમાં નારણપુરામાં શાસ્ત્રીનગર વિસ્તારમાં આવેલ એક સોસાયટીમાં કેેટલાક અસંમત સભ્યોએ વિરોધ કરતા સોસાયટીના બહુમત સભ્યો એકઠા થઈ વિરોધ કરનાર સભ્યોને મેથીપાક ચખાડયો હોવાની ચર્ચા છે.

પ્રાપ્ત વિગતો મુજબ, તાજેતરમાં નારણપુરાના શાસ્ત્રીનગર વિસ્તારમાં આવેલ એક સોસાયટીમાં આવા બે-ત્રણ અસંમત સભ્યોએ પોતાની સોસાયટી બહારના નકારાત્મક લોકોને બોલાવી રીડેવલપમેન્ટ પ્રક્રિયાના મકાન ખાલી કરાવી કબજાે લેવાની ગુ.હા.બોર્ડની કલમ 60એ મુજબ ઈવીકશન કાર્યવાહી દરમ્યાન વાંધા વિરોધ કરેલ, બહારથી આવેલા કેટલાક લોકો દ્વારા સોસાયટી સભ્યોને મોબાઇલ કેમેરા રેકોર્ડિંગ કરી કેટલાક કાયદાકીય ભાષા કે શબ્દોના ઉપયોગ થકી બોર્ડના અધિકારીઓ તેમજ પોલીસને સરકારી કાર્ય કરવામાં રોડા નાખવાનો અને વિરોધ કરવાનો પ્રયોગ ભારે પડી ગયો.આ સોસાયટીના રીડેવલપમેન્ટ ઈચ્છતા બહુમત સભ્યો એકઠા થઈ ગયા અને બહારથી આવેલા નકારાત્મક લોકોને પોતાની સોસાયટીમાંથી નીકળી જવા જણાવ્યું, આ દરમ્યાન શાબ્દિક ઘર્ષણ થતા ધક્કા મુક્કી થઈ તે તકનો લાભ લઈ બહારથી આવેલા વ્યક્તિ દ્વારા સ્થાનિક સોસાયટીની બહેનોની ધક્કામુક્કી કરાતા છેવટે હાજર રહેલ અને રોડ પર આવતા જતા બહેનો અને ભાઈઓ દ્વારા તે વ્યક્તિને ધોલાઈ કરી મેથીપાક આપ્યા હોવાની ચર્ચાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે.

હાઉસિંગના આગેવાન સંદિપ ત્રિવેદીના મત મુજબ, આ એક સોસાયટીનો મામલો નથી, આવુ અનેક સોસાયટીમાં થઈ રહ્યું છે, બે ચાર ટકા અસંમત સભ્યો યેનકેન પ્રકારે વિરોધ કરીને અથવા કાયદાની બારીમાં છટકબારી શોધીને કોર્ટ કેસ કરતા હોય છે, અને સમગ્ર સોસાયટીના નેવું થી પંચાણું ટકા લોકોને બાનમાં લઈને સોસાયટીનું રીડેવપમેન્ટ અટકાવવાનો પ્રયાસ કરતા હોય છે, જેથી હવે બધાએ જાગી જવાની જરૂર છે, જાે કોઈ આ રીતે ખોટી રીતે વિરોધ કરે તો બાકીના તમામ સભ્યોએ એક થઈને રોડ પર આવવું પડશે, વિરોધ કરનારે સબક શિખવાડવો પડશે.

હાઉસિંગના આગેવાન વિશાલ કંથારીયાના જણાવ્યા મુજબ, એક વાતનો આનંદ છે કે બહુમત સભ્યો એ તેમજ આવતી જતી સમજુ પ્રજાએ પોતાની એકતા અને તાકાત બતાવી અને બહારથી આવેલા નકારાત્મક લોકોનો સામુહિક વિરોધ કર્યો અને યોગ્ય પાઠ ભણાવ્યો તે હિંમત અને કામ સરાહનીય છે. ભવિષ્યમાં આવી એકતા દરેક સોસાયટીના બહુમત સભ્યો બતાવે અને શામ ડેમ દંડ ભેદ બધી રીતે યોગ્ય પાઠ ભણાવે તો આ અસામાજિક તત્વો બીજી સોસાયટીમાં જતા સો વાર વિચારે…!

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...