અમદાવાદ : આપણા અસ્તિત્વને સલામત રાખવા અને આપણી ર્નિભય નિંદ્રા માટે જરૂરી છે એક પોતાનું ઘર હોવું..સાંપ્રત સમયમાં પોતાનું નવું ઘર હોવું એ ખૂબ જ કઠિન ચૂનોતી છે..
ડેવલપમેન્ટ શબ્દને સુંદર બનાવનાર એક મહત્વનું પાસું છે ‘રીડેવલપમેન્ટ‘.. હાલના ગુજરાત હાઉસિંગ બોર્ડના કમિશ્નર શ્રી સંદીપ વસાવાએ ખુબ જ ટુંકા ગાળામાં પોતાના કર્મનિષ્ઠ સ્વભાવથી હાઉસિંગ બોર્ડની વસાહતોમાં રહેતા હજારો લોકો માટે રીડેવલપમેન્ટની મુહિમ છેડી છે. અગાઉ એવું કહેવાતું કે, સરકારી યોજના એટલે ક્યાંક પાઇપલાઇનમાં જ ફસાયેલો પ્રોજેક્ટ..પરંતુ હાઉસિંગ બોર્ડના કમિશ્નર શ્રી સંદીપ વસાવાએ પોતાના કાર્યકાળમાં રીડેવલપમેન્ટ યોજનાઓને જે રીતે આકાર આપ્યો છે, તે જાેતાં શહેરના હાઉસિંગ બોર્ડની કોલોનીઓમાં રહેતા હજારો નાગરિકોને ટૂંક સમયમાં તેઓને નવું અને આધુનિક ઘર મળશે.
પ્રાપ્ત વિગતો મુજબ, ગુજરાત સરકારે 2016માં હાઉસિંગ બોર્ડના જર્જરીત મકાનો માટે રીડેવલપમેન્ટ પોલીસી અમલમાં મુકી, પરંતુ 2016 થી 2022 સુધી આ પોલીસીમાં આંગળીના વેઢે ગણી શકાય તેટલી કોલોનીઓ પોલીસીનો લાભ લઈ જાેડાઈ, પરંતુ વર્તમાન હાઉસિંગ બોર્ડના કમિશ્નરે 2023 માં ચાર્જ સંભાળ્યા ત્યારથી પોલીસીમાં પ્રજાકીય સુધારા દ્વારા ગાડી પાટે ચડાવી. સરકારમાં બહોળો અનુભવ ધરાવતા લોકોની રજુઆત સાંભળી સમયાંતરે પોલીસી અને નિયમોમાં સુધારા કરી રીડેવલપમેન્ટને તેજ ગતિએ દોડાવવાનો પ્રયાસ કર્યાે, જેનું પરિણામ એ આવ્યું કે બે વર્ષના ટુંકા ગાળામાં 60 થી વધુ રીડેવલપમેન્ટ પ્રોજેકટ મંજુર કર્યા.
હાઉસિંગ સુત્રો મુજબ, જે પ્રોજેકટના ડેવલપર્સ પસંદ થઈ ગયા છે, તે કુલ 35 કોલોનીઓના ટ્રાઈ પાર્ટી એગ્રીમેન્ટ આ સમયગાળામાં પૂર્ણ થયે છે. 27 પૈકી 23 માં ડીમોલેશન પૂર્ણ થયેલ છે. 27 પૈકી 23 કોલોનીઓમાં નકશા માટે રજાચિઠ્ઠી માટે મંજુરી હેઠળ છે. 19 પૈકી 15 પ્રોજેકટમાં રજાચિઠ્ઠી તેઓના સમયગાળામાં મળેલ છે.
આ ઉપરાંત મંજુર પ્રોજેક્ટ પૈકી 30 પ્રોજેકટમાં લાભાર્થીઓ સાથે નકશા મંજુરી અને ટ્રાઈ પાર્ટી એગ્રેમેન્ટની બાબતો વાટાઘાટો હેઠળ છે.હાલમાં નવા કુલ 126 કોલોનીઓના 65 જેટલા પ્રોજેકટ આયોજન હેઠળ અને ટેન્ડર સ્ટેજ હોવાનું જાણવા મળ્યું છે. જેમાં 10 કોલોનીના 09 ટેન્ડર પ્રસિદ્ધ થઈ કાર્યવાહી હેઠળે છે.જયારે અન્ય 56 પ્રોજેકટની કામગીરી વિવિધ તબક્કે કાર્યવાહી હેઠળ છે.
અગાઉના મંજુર થયેલ પ્રોજેકટ જે ખોરંભે પડેલ તેના સહિત હાલમાં 72 કોલોનીઓના 45 પ્રોજેકટમાં ડેવવપર્સ ઈ-ટેન્ડર પ્રક્રિયા કરીને પસંદ થઈ ગયેલ છે.કુલ 89 કોલોનીઓના સંયુક્તપણેની જરૂરિયાત મુજબ આયોજન કરીને નવા 60 રીડેવલપમેન્ટ પ્રોજેકટ મંજુર કર્યા, જેમાં કુલ 17088 લાભાર્થીઓનો સમાવેશ થાય છે.
ગુજરાત હાઉસિંગ બોર્ડને ત્વરિત સહકાર આપી નાગરિકો માટે ઘરનું ઘર કરવું એ ફરજની સાથે નૈતિક સમર્પણનું પ્રતિક છે.. શ્રી સંદીપ વસાવાએ પોતાની કાર્યક્ષમ ટેકનીકલ ટીમ બનાવી અને ખૂબ જ ટૂંકા સમયમાં વ્યવસ્થિત રીતે જે રીતે રીડેવલપમેન્ટના પ્રોજેક્ટ ઉભા કર્યા છે, તે દર્શાવે છે કે આપણું શહેર બાંધકામ ક્ષેત્રે એક સુરક્ષિત અને સનિષ્ઠ અધિકારીના હાથમાં છે..
30 થી 40 વર્ષ જૂના ખખડી ગયેલા બાંધકામોને ડીમોલિશ કરી, તેને માટે યોગ્ય બિલ્ડરને શોધી, તે બિલ્ડર સમયસર પોતાનું કામ કરે છે કે નહીં તેના પર નજર રાખવી એ ખૂબ મોટી જવાબદારી છે અને શ્રી સંદીપ વસાવાએ આ જવાબદારી ખૂબ જ પ્રમાણિકતાથી નિભાવી રહ્યાં છે..આશા રાખીએ કે આવી જ રીતે આપણા શહેરને સુયોગ્ય માર્ગે નવું સ્વરૂપ મળે અને સામાન્ય માણસને પણ પોતાનું ઘર મળે..