અમદાવાદ : શહેરમાં નારણપુરા, સોલા સહિત પૂર્વના અનેક વિસ્તારોમાં રીડેવલપમેન્ટની કામગારી પુરજાેશમાં ચાલી રહી છે. અનેક સોસાયટીઓમાં રીડેવલપમેન્ટ મુદ્દે નવેસરથી ચર્ચાઓ ઉઠી છે.
અત્યાર સુધી હાઉસિંગ બોર્ડની સોસાયટીઓમાં સૌથી મોટી માંગ એટેલે કે મોટુ બાંધકામ અને ગીફટ મની છે.જેના કારણે અનેક સોસાયટીઓના રીડેવલપમેન્ટના કામકાજ ધીમીગતિએ ચાલી રહ્યા છે તો ક્યાંક અટકયા છે.પ્રથમ તો મોટા બાંધકામનો પ્રશ્ન તો હવે ચર્ચાઓમાં રહ્યો નથી, કારણ કે રીડેવલપમેન્ટ પોલીસી મુજબ મુળ બાંધકામ કરતા 40 ટકા વધુ બાંધકામ લોકોને મળી રહ્યું છે.પરંતુ ગીફટ મનીને કયાંક ફર્નીચરના તરીકે, તો કયાંય રોકડ તરીકે ગીફટ મનીની ડિમાન્ડ થઈ રહી છે.
એક ચર્ચા મુજબ નારણપુરા, સોલા અને પૂર્વમાં અનેક સોસાયટીઓમાં બિલ્ડર દ્વારા ગીફ્ટ મની કે ફર્નીચર તરીકે રોકડ આપવામાં આવતા લોકોમાં રીડેવલપમેન્ટ પ્રત્યે ઉત્સાહ વધ્યો છે.
નારણપુરા અને સોલા વિસ્તારમાં શરૂઆતમાં કેટલીક સોસાયટીઓમાં ગીફટ મની નહીં અપાતા લોકોમાં નારાજગી જાેવા મળી હતી, પરંતુ છેલ્લાં ઘણા સમયથી અનેક બિલ્ડર દ્વારા અનેક સોસાયટીઓમાં ફર્નીચર તરીકે ગીફ્ટ મની આપતા રહીશોમાં આનંદની લાગણી વ્યાપી છે.અને હજુ પણ આવનાર સમયમાં અનેક સોસાયટીઓમાં રીડેવલપમેન્ટના પ્રોજેકટ કાર્યરત છે, તો દરેક સોસાયટીઓમાં રીડેવલપમેન્ટની કામગીરીમાં ગીફ્ટ મની અપાય તેવી લોકોની માંગણી છે.
તમને જણાવી દઈએ કે ભૂતકાળમાં નારણપુરામાં નીધી એપાર્ટમેન્ટમાં ગીફટ મની તરીકે 5 લાખ અને શાસ્ત્રીનગરમાં એમ બ્લોકમાં બિલ્ડર દ્વારા ગીફટ મની તરીકે 10 ગ્રામ સોનાની લગડી આપવામાં આવી છે. આ અગાઉ પણ વસ્ત્રાપુરના આનંદવિહાર એપાર્ટમેન્ટ, નારણપુરાના એકતા ફેસ્ટિવલ, નવા વાડજના કીરણપાર્કમાં ગીફટ મની આપ્યા હોવાની લોકમુખે ચર્ચા થઈ રહી છે.
જાે કે સરકારની હાઉસીંગની રીડેવલમેન્ટ પોલીસીમાં કયાંય ગીફટ મનીનો ઉલ્લેખ નથી, સાથે સાથે એવો પણ કોઈ ઉલ્લેખ નથી કરાયો કે જેમાં કહેવામાં આવ્યું છે કે ગીફટ મની ન આપવી, જાે હોય તો સ્પષ્ટ ઉલ્લેખ કર્યાે હોય કે ગીફટ મની પર પ્રતિબંધ છે.આમ પોલીસી વખતે ગીફટ મની મુદ્દે લોકો પર છોડી દેવામાં આવ્યું હોવાનું જાણકારો માની રહ્યાં છે.જયાં રહીશો અને બિલ્ડર વચ્ચે સહમતી સધાય તો આપી શકાય અને ન સધાય તો ઈન્કાર પણ કરી શકાય એમ છે.
આમ સરકારની રિડેવલપમેન્ટ પોલીસીની વાત માનીએ તો સરકાર કે હાઉસીંગ બોર્ડ ગીફટ મનીને લઈને કયાંય વચ્ચે આવતું નથી. આ મુદ્દો હાઉસીંગના રહીશો અને બિલ્ડર પર છોડી દીધો હોવાનું મનાઈ રહ્યું છે.
આમ તાજેતરમાં નારણપુરાની નારણપુરામાં નીધી એપાર્ટમેન્ટમાં ગીફટ મની તરીકે 5 લાખ અને શાસ્ત્રીનગરમાં એમ બ્લોકમાં બિલ્ડર દ્વારા ગીફટ મની તરીકે 10 ગ્રામ સોનાની લગડી આપવામાં આવતા હાઉસીંગના રહીશો ગેલમાં આવી ગયા છે.અને આવનાર સમયમાં તેઓને રીડેવલપમેન્ટ બાદ ગીફટ મની મળશે એવી આશા સેવી રહ્યા છે.


