અમદાવાદ : અમદાવાદમાં જાહેર રોડ ઉપર ગંદકી ફેલાવતા અને કચરો નાખતા વેપારીઓ અને દુકાનદારો સામે AMC નું સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ કડક કાર્યવાહી કરે છે. જેના ભાગરૂપે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા વિવિધ જગ્યાએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.સિંધુ ભવન રોડ પર આવેલું કાફે ડી ઇટાલિયો સિલ કરવામાં આવ્યું છે. કાફેનો કિચન વેસ્ટ રોડ પર નાખવા બદલ કાર્યવાહી આપવામાં આવી છે. આમ, જાહેર રસ્તા પર ગંદકી કરતાં એકમો સામે મનપાએ લાલ આંખ કરી છે.
AMC દ્વારા ફરી એકવાર સ્વચ્છતા અભિયાન અંતર્ગત ખાસ ડ્રાઇવ શરૂ કરાઇ છે. જાહેર રસ્તા પર ગંદકી કરતા એકમો સામે લાલ આંખ કરી એકમ સીલ કરવા સુધીની કાર્યવાહી કરવા સૂચનાઓ અપાઇ છે. શહેરમાં સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા ખાસ કાર્યવાહી કરવામાં આવી રહી છે. શહેરમાં ધંધાકીય એકમ બહાર કચરો નાખનારા સામે દંડનાત્ક તેમજ એકમ સીલ કરવા સુધીની કાર્યવાહી કરાઇ રહી છે.આ ઉપરાંત જાહેર રોડ ઉપર કચરો કરવા બદલ મણીનગરનું ગજાનંદ પૌંઆ હાઉસ, મણિનગર ઝઘડિયા બ્રિજ નીચે આવેલી લકી ટી સ્ટોલ, એલજી હોસ્પિટલ પાસે આવેલી અર્બુદા ટી સ્ટોલ, પટેલ કોર્નર અને દાણીલીમડા ચાર રસ્તા પાસે આવેલા સ્ટાર બજાર સેલ નામની દુકાન સહિત 18 જેટલી દુકાનોને સીલ કરવામાં આવી છે.
AMC દ્વારા સફાઇ અભિયાન અંતર્ગત શ્રેણી બંધ પગલા લેવામાં આવી રહ્યા છે. જાહેર રસ્તા પર કચરો નાખનાર એકમ સામે લાલ આંખ કરી એકમ સીલ કરવા સુધીની કાર્યવાહી ચાલી રહી છે. રાત્રી દરમિયાન ખાણી-પીણા માર્કેટ દ્વારા કચરો જાહેર રસ્તા પર નાખવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત AMC દ્વારા રેસ્ટોરન્ટ, હોટલ અને લારી-ગલ્લા પર ચાલતા ખાદ્ય એકમો પાસેથી દંડ વસૂલ કરવામાં આવી રહ્યો છે. જો આગામી સમયમાં નિયમનું પાલન નહીં કરે તો એકમ સીલ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે.