જોશીમઠ : આગામી એપ્રિલ મહિનામાં ચારધામ યાત્રા શરુ થવા જઈ રહી છે. દેશના ખૂણે ખૂણેથી બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી-યમુનોત્રી દર્શન કરવા માટે લોકો પહોંચતા હોય છે. યાત્રીઓ માટે દર્શનાર્થ ટોકન સિસ્ટમ લાગુ કરશે. આ ટોકન એક એક કલાકના સ્લોટના અંતરાલમાં જારી કરવામાં આવશે. આ ટોકન ચાર કલાક સુધી માન્ય રહેશે.શ્રદ્ધાળુઓ હવે સરળતાથી લાઈનમાં ઊભા રહ્યા વગર જ ભગવાનના દર્શન કરી શકશે એવું આયોજન કરવામાં આવ્યું છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ ઉત્તરાખંડ ટુરિઝમ ડેવલપમેન્ટ કાઉન્સિલ ડેપ્યુટી ડાયરેક્ટર,યોગેન્દ્ર ગંગવાર જણાવે છે કે ચારધામ યાત્રિકોની સુવિધા માટે મંદિરોના પ્રવેશદ્વાર પર દર્શન માટે ટોકન આપવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ સિસ્ટમ બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી, યમુનોત્રીમાં લાગુ થશે. ટોકન મળ્યા બાદ યાત્રિકો ચાર કલાકમાં દર્શન કરી શકશે. આ સાથે, તમારે લાઇનમાં ઉભા રહેવાની જરૂર નથી.ચારેય ધામમાં ટોકન વ્યવસ્થા દ્વારા તીર્થયાત્રીઓની યાત્રા પણ સરળ બની રહેશે.