અમદાવાદ : સ્માર્ટ સિટી અમદાવાદ(Ahmedabad) હાલ દેશ વિદેશમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે અને તેનું કારણ છે એક અકસ્માત. ઇસ્કોન બ્રિજ પર (Iskcon Bridge Accident) થયેલા જેગુઆર કાર અકસ્માતની ચર્ચા દરેક જગ્યાઓ પર થઈ રહી છે જેને કારણે અમદાવાદ પણ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. આ અકસ્માતથી જાણે કે સરકાર અને AMC, પોલીસ વિભાગ સફાળું જાગી ગયું હોય તેમ અચાનક સક્રિય થઈ ગયું છે.
તાજેતરમાં શહેરના ઇસ્કોન બ્રિજ અકસ્માત બાદ AMCનું તંત્ર સફાળું જાગ્યું હતું. સ્ટેન્ડિંગ કમિટીમાં શહેરના 84 બ્રિજ પર CCTV લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એક રિપોર્ટ મુજબ સ્માર્ટ સીટી પ્રોજેક્ટ અંતર્ગત શહેરમાં લગાવવામાં આવેલા કેમેરા બંધ હોવાનું વિપક્ષના આક્ષેપ બાદ સત્તાધીશોએ CCTVના આંકડાઓ જાહેર કર્યા છે.
અમદાવાદ શહેરમાં કુલ કેમેરાની આજની સ્થિતિ નીચે જણાવ્યા મુજબની છે.
સદર પ્રોજેક્ટની શરૂઆતમાં પોલીસ વિભાગ દ્વારા ટ્રાફિક મોનીટરીંગ માટે આપવામાંઆવલે લિસ્ટ મજબુ કુલ 130 જંકશન પૈકી હાલ 113 જંકશન પર 1695 કેમેરા કાર્યરત છે. જે પૈકી 288 કેમેરા બંધ (DOWN) છે
પોલીસ સર્વેલન્સનાં હેતુથી શરુ કરવામાં આવેલા સંવેદનશીલ વિસ્તારો અને રથયાત્રા, તાજીયા, જાહેર માર્ગો વિગેરે પર હાલ 272 કેમેરા લગાવવામાં આવેલા છે. જે પૈકી 49 કેમેરા બંધ છે. AMC ની વિવિધ કચેરીઓ અને ઝોનલ ઓફિસો, અર્બન હેલ્થ સેન્ટર, બગીચાઓ, AMC શાળાઓ, વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર વિગેરે ખાતે 2691 જેટલાં કેમેરા કાર્યરત છે. જે પૈકી હાલ 289 કેમેરા બંધ છે.
BRTS કોરીડોરમાં અનઅધિકૃત વાહનોનાં પ્રવેશ અટકાવી શકાય તે હેતુથી શરુ BRTS કોરીડોરમાં 244 કેમેરા લગાવવામાં આવલે છે. જે પૈકી 10 કેમેરા બંઘ છે.આમ કોર્પોરેશને પોતાના લગાવેલા CCTV અંગે અહેવાલ આપ્યો હતો. જેમાં તેઓએ 85 ટકા કેમેરા ચાલુ હોવાનો દાવો કર્યો છે જયારે 15 ટકા કેમેરા ટેકનીકલ કારણોસર બંધ હોવાનો ખુલાસો કર્યો છે.