નવી દિલ્હી : આશ્ચર્યમાં માનનારી નરેન્દ્ર મોદી સરકારે સંસદનું વિશેષ સત્ર બોલાવીને ચર્ચાનો એજન્ડા નક્કી કરી લીધો છે. તમામ અટકળો લગાવવામાં આવી રહી છે. એક દેશ, એક ચૂંટણીથી લઈને UCC, વસ્તી નિયંત્રણ અને મહિલા અનામત બિલ, તે લાવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે – પરંતુ ખરેખર શું થશે, તે હજુ સુધી કોઈને ખબર નથી.
કેન્દ્ર સરકાર દ્વારા સંસદનું વિશેષ સત્ર બોલાવવાના નિર્ણય બાદ રાજકીય વર્તુળોમાં વિવિધ અટકળોએ જોર પકડ્યું છે. ગુરુવારે (31 ઓગસ્ટ), સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ ટ્વિટર પર લખ્યું કે આ વિશેષ સત્ર 18 થી 22 સપ્ટેમ્બર સુધી ચાલશે અને તેમાં પાંચ બેઠકો થશે.
મીડિયા રિપોર્ટ મુજબ નવા સંસદભવનમાં યોજાનાર આ સત્રમાં 10થી વધુ બિલ રજૂ કરવામાં આવી શકે છે. આ સત્રમાં અમૃતકાલની ઉજવણી પર ચર્ચા થઈ શકે છે. સંસદીય કાર્ય મંત્રીએ પણ પોતાની પોસ્ટમાં આ તરફ ધ્યાન દોર્યું છે. તેમણે લખ્યું છે કે હું અમૃતકાલની વચ્ચે સંસદમાં અર્થપૂર્ણ ચર્ચાની રાહ જોઈ રહ્યો છું.
વિશેષ સત્ર બોલાવવા પર ચર્ચાનું બજાર ગરમ છે. યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) અને મહિલા આરક્ષણ સંબંધિત બિલને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ બધાની વચ્ચે કલમ 370 પર સુનાવણી ચાલી રહી છે. તો બીજી તરફ સોશિયલ મીડિયા પર એવી ચર્ચામાં પણ ચાલી રહી છે કે, સરકાર એક દેશ એક ચૂંટણી જેવો કાયદો લાવી શકે છે. જો કે, આ બધા અટકળો છે. સાચી માહિતી તો સત્ર શરુ થશે ત્યારે જ બહાર આવશે.