27.6 C
Gujarat
Wednesday, October 23, 2024

અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠાનો સમય જાહેર, જાણો સંપૂર્ણ કાર્યક્રમ

Share

અયોધ્યા : રામનગરી અયોધ્યાના ભવ્ય મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા માટે જે શુભ મુહૂર્તની રાહ જોવાઈ રહી હતી, તેનું ચિત્ર હવે સ્પષ્ટ થઈ ગયું છે. આ દિવસની વિશ્વભરના રામભક્તો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. દરેક લોકો રામલલ્લાના બિરાજમાન થયા બાદ તેમના દર્શન કરવા માટે આતુર છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર તરફથી ઝડપથી તૈયારીઓને અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે. મંદિરના ગર્ભગૃહમાં જ્યાં રામ લલ્લા બિરાજમાન થશે, તેની પૂજા કરવામાં આવી રહી છે.

રામનગરી અયોધ્યાના ભવ્ય મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા માટે જે શુભ મુહૂર્તની રાહ જોવાઈ રહી હતી તે હવે જાહેર કરવામા આવ્યું છે.જાણકારી મુજબ 22 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અભિજીત મુહૂર્ત મૃગષિરા નક્ષત્રમાં બપોરે 12:20 વાગ્યે રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરશે. આ દરમિયાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત, રાજ્યપાલ આનંદીબેન પટેલ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત અન્ય ખાસ મહેમાનો પણ ઉપસ્થિત રહશે.

આ સમારોહને આંતરરાષ્ટ્રીય સ્વરૂપ આપવા માટે રવિવારે અયોધ્યાના સાકેત આ કાર્યને આંતરરાષ્ટ્રીય કક્ષાનું બનાવવા માટે સંઘ પરિવારે રવિવારે સાકેત નિલયમ ખાતે બેઠક યોજી હતી. જેમાં સમારોહને ચાર તબક્કામાં વહેંચવામાં આવ્યો હતો. રામલલાના રાજ્યાભિષેક બાદ અંતિમ તબક્કો શરૂ થશે. દરમિયાન રામનગરીની 14 કોસી પરિક્રમા 20મી નવેમ્બરે મોડી રાત્રે શરૂ થશે. જેમાં 20 લાખ ભક્તો ભાગ લે તેવી શક્યતા છે.

અયોધ્યામાં રામ મંદિરને લઈને પ્રચારનો પ્રથમ તબક્કો રવિવારથી શરૂ થયો હતો. જે 20મી ડિસેમ્બર સુધી ચાલશે. અયોધ્યામાં રામ મંદિરના કાર્ય માટે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જેના અમલીકરણ માટે ઘણી સ્ટીયરીંગ કમિટીની રચના કરવામાં આવનાર છે. સમગ્ર કાર્યક્રમની કામગીરીમાં કોઈ વિક્ષેપ ન પડે તે માટે જિલ્લા અને બ્લોક સ્તરે 10-10 લોકોની ટીમ બનાવવામાં આવશે.

જાણકારી મુજબ જિલ્લા અને બ્લોક સ્તરે બનાવવામાં આવી રહેલી ટીમોમાં રામ મંદિર આંદોલનના કારસેવકોને પણ સામેલ કરવામાં આવી રહ્યા છે. આ જૂથો 250 સ્થળોએ બેઠકો યોજશે અને રામ મંદિરની ઉજવણીમાં વધુમાં વધુ લોકોને સામેલ કરવાનો પ્રયાસ કરશે.

બીજો તબક્કો 1 જાન્યુઆરીથી શરૂ થશે. જેમાં ડોર-ટુ-ડોર સંપર્ક યોજના હેઠળ 10 કરોડ પરિવારોમાં પૂજાતી રામલલાની મૂર્તિ અક્ષતને એક ચિત્ર અને એક પત્રિકા આપવામાં આવશે.જેના દ્વારા લોકોને વિધિના દિવસે દીપોત્સવ ઉજવવા અપીલ કરવામાં આવશે.

ત્રીજા તબક્કામાં 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા રાખવામાં આવી છે. આ દિવસે, સમગ્ર દેશમાં મોટા પાયે ઉજવણીનું વાતાવરણ બનાવવામાં આવશે, ઘરો અને સ્થાનિક મંદિરોમાં ધાર્મિક વિધિઓ કરવામાં આવશે,

ચોથા તબક્કામાં દેશભરના ભક્તોને રામલલાના દર્શન કરવાની યોજના બનાવાવમા આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે ચોથો ચરણ ગણતંત્ર દિવસ એટલે કે 26 જાન્યુઆરીથી શરૂ થશે અને 22 ફેબ્રુઆરી સુધી ચાલશે. ખાસ વાત એ છે કે આ અભિયાન પ્રાંતવાર ચલાવવામાં આવશે. 31મી જાન્યુઆરી અને 01મી ફેબ્રુઆરીએ અવધ પ્રાંતના કાર્યકર્તાઓને દર્શન કરાવવાની યોજના છે. ચોથા તબક્કાની પણ તૈયારીઓ ચાલી રહી છે.

રામનગરીની 14 કોસી પરિક્રમા 20 નવેમ્બરે એટલે કે આજે બપોરે 2:09 વાગ્યે શરૂ થશે.આ પરિક્રમામાં લગભગ 42 કિલોમીટરનું અંતર કાપવામા આવ્યું છે. આ માટે રસ્તાઓનું સમારકામ કરવામાં આવી રહ્યું છે. ધૂળ ન ઉડે તે માટે પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. બસોની અવરજવર વધારી દેવામા આવી છે અને વધારાના બસ સ્ટોપ પણ બનાવામા આવ્યા છે. આ પરિક્રમા 21મી નવેમ્બરે રાત્રે 11:38 કલાકે પૂરી થશે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles