18.5 C
Gujarat
Sunday, December 22, 2024

અમદાવાદ થી ગાંધીનગર જવાના હોવ તો આ સમાચાર પહેલા ખાસ વાંચો, આજથી પાંચ દિવસ આ રસ્તાઓ બંધ

Share

અમદાવાદ : ગાંધીનગરમાં 10થી 12 જાન્યુઆરી 2024 દરમિયાન વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની 10મી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું છે. તે માટે ટ્રાફિક માટેની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. એરપોર્ટ તરફ જતા રસ્તાઓને ડાયવર્ટ કરવામાં આવ્યા છે તો બીજી તરફ કોઈપણ ઈમરજન્સી માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે. જે માટે અમદાવાદ ટ્રાફિક વિભાગે એક ખાસ એડવાઈઝરી જાહેર કરી છે અને તેની અંદર રસ્તાઓનું ડાયવર્ઝન નક્કી કરવામાં આવ્યું છે. જે આજથી લઈને આગામી પાંચ દિવસ સુધી આ પ્રમાણે ટ્રાફિક વ્યવસ્થા રહેશે તેવું જણાવવામાં આવ્યું છે.

એડવાઈઝરી મુજબ આજથી ઇન્દિરા બ્રિજથી એરપોર્ટ સર્કલ અને દફનાળા તરફ 5 દિવસ સુધી VVIP મુવમેન્ટ હોવાથી ટ્રાફિક અવર જવર ધીમી રહેશે. શહેરીજનોએ અમદાવાદથી ગાંધીનગર મુસાફરી કરતા હોય તેમને સલાહ આપવામાં આવે છે કે, તેઓ નાના ચિલોડા અને વિસત સર્કલનો ઉપયોગ કરે. શહેરીજનોને એરપોર્ટ મુસાફરી કરનાર લોકોને ખાસ સલાહ આપવામાં આવે છે કે, તેઓ બે કલાક વહેલા એરપોર્ટ જવા પ્રયાસ કરે. ખુબ જ ઇમરજન્સી હોય ત્યારે એરપોર્ટના મુસાફરોને સલાહ છે કે, તેઓ ભદ્રેશ્વર કટ અને સરદાર નગર રોડથી પ્રવેશ કરીને પ્રેસટીઝ હોટેલ એરપોર્ટથી બહાર નીકળી શકે છે.

પૂર્વ અમદાવાદના મુસાફરો દફનાળા જંકશનથી આવવાનું ટાળવું, તેઓ ગાંધીનગર અને એરપોર્ટ જવા માટે મેમકો, નરોડા અને નોબેલ ટી જંકશનનો ઉપયોગ કરવો. પશ્ચિમ અમદાવાદથી એરપોર્ટ આવતા લોકોને સલાહ છે કે, તેઓ રિંગરોડ અને ચિલોડા સર્કલથી એરપોર્ટ નોબલ નગર ટી અને ભદ્રેશ્વર જંકશન પહોંચી શકશે. જો ખુબ જ ઇમરજન્સી હોય તો ત્યાં હાજર પોલીસ સાથે રોડ બંધ માટે વાત કરી શકશે. અથવા ટ્રાફિક હેલ્પ લાઈન 1095 પર ફોન કરવાનો રહેશે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles