Monday, March 2, 2026

ઘરે બેઠા કરી લો દર્શન, ગર્ભગૃહમાં બિરાજમાન રામલલાની પ્રથમ તસવીર આવી સામે

spot_img
Share

અયોધ્યા : આજે અયોધ્યામાં 16 જાન્યુઆરીથી શરૂ થયેલી પ્રાણપ્રતિષ્ઠા અનુષ્ઠાનનો ચોથો દિવસ છે. રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા 22 જાન્યુઆરીએ કરવામાં આવશે. ગુરુવારે રામલલ્લાની મૂર્તિને ગર્ભગૃહમાં બિરાજમાન કરવામાં આવી હતી.રામ મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત રામલલાની પ્રથમ તસવીર સામે આવી છે. નિજ મંદિરમાં રામલલાની સ્થાપના કરવામાં આવી છે. 22મી જાન્યુઆરીએ રામ લલ્લાનો અભિષેક કરવામાં આવશે.

ગઇકાલે નવનિર્મિત મંદિરના ગર્ભગૃહમાં શ્રી રામલલાની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી હતી. રામલલાની મૂર્તિને પગથિયાં પર સ્થાપિત કરવામાં કુલ ચાર કલાકથી વધુનો સમય લાગ્યો હતો. ભગવાન રામની આ મૂર્તિને મંત્રોચ્ચાર અને પૂજાની વિધિઓ સાથે શિખર પર મૂકવામાં આવી હતી. આ દરમિયાન શિલ્પકાર યોગીરાજ અને ઘણા સંતો પણ હાજર હતા. રામ લલ્લાની આ 51 ઇંચની પ્રતિમા મૈસૂરના પ્રખ્યાત શિલ્પકાર અરુણ યોગીરાજ દ્વારા બનાવવામાં આવી છે. બુધવારે રાત્રે મૂર્તિ મંદિરમાં લાવવામાં આવી હતી.

સૂત્રો અનુસાર, રામ લલ્લાની બેઠક મકરાનાર માર્બલથી બનવામાં આવી છે.જેના પર રામ લલ્લાની પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે. આ આસનની નીચે 4 ફૂટ ઊંચું સુવર્ણ સિંહાસન અને ચારેય ભાઈઓ બિરાજમાન છે. સાથે ગર્ભગૃહમાં જ 14 સોનાના દરવાજા લાગેલા છે.

તમને જણાવી દઈએ કે, 22 જાન્યુઆરીએ અયોધ્યામાં નવનિર્મિત મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. આ અવસરને વિશેષ અને ઐતિહાસિક બનાવવા અહીં ભવ્ય તૈયારીઓ કરવામાં આવી રહી છે. રામ મંદિરના ઉદ્ઘાટનના એક સપ્તાહ પહેલા ધાર્મિક અનુષ્ઠાન અને વિધિઓનો કાર્યક્રમ શરૂ થઈ ગયો છે. ઉદ્ઘાટન સમારોહની વિધિ 16 જાન્યુઆરીથી શરૂ થઈ છે અને આગામી સાત દિવસ 22 જાન્યુઆરી સુધી ચાલશે.

રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાની મુખ્ય વિધિનો 22 જાન્યુઆરીએ બપોરે 12.20 વાગ્યે પ્રારંભ થશે. પ્રાણ પ્રતિષ્ઠાની આ પૂજા 40 મિનિટ સુધી ચાલશે. જે બાદ લગભગ 75 મિનિટ પીએમ મોદી, સીએમ યોગી, સંઘ પ્રમુખ મહોન ભાગવત સંદેશ આપશે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના પ્રમુખ મહંત નૃત્ય ગોપાલ દાસ આશીર્વાદ આપશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...