અમદાવાદ : અમદાવાદમાં પહેલીવાર WWE જેવી કુસ્તી મેચની ઈવેન્ટ યોજાવા જઈ રહી છે. અમદાવાદમાં SG હાઈવે પર આવેલા કર્ણાવતી ક્લબની સામે આવેલા આર. એમ. ફામની અંદર યોજાશે. 25 ફેબ્રુઆરીને રવિવારના દિવસે સાંજના 6 વાગ્યાથી 10 વાગ્યા સુધી આ ફાઈટનું આયોજન કરાયું છે. જ્યાં ભારતીય કુસ્તીબાજો રિંગમાં મારામારી માટે ખુરશી અને સીડીનો ઉપયોગ કરશે. 18 બાય 18 ના માપમાં બનેલી રિંગમાં અનેક ખેલ થશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદમાં SG હાઈવે પર આવેલા કર્ણાવતી ક્લબની સામે આવેલા આર.એમ.ફાર્મની અંદર WWE જેવી કુસ્તી મેચની ઈવેન્ટ યોજાશે.જેમાં પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને ગુજરાત સહિતના રાજ્યોમાંથી અંદાજે 25 કુસ્તીબાજો ભાગ લેશે.અમદાવાદમાં આયોજિત થનારી રેસલિંગ ટુર્નામેન્ટની આ 8મી સિઝન છે. આ કાર્યક્રમનું આયોજન શરૂઆતમાં પાલનપુરમાં 2019માં કરવામાં આવ્યું હતું, ત્યારબાદ પાટણ, મહેસાણા અને વિસનગર જેવા વિસ્તારોમાં આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદમાં 10 હજારથી વધુ પ્રેક્ષકો આ ઈવેન્ટમાં આવે તેવી શક્યતા છે. જેમાં ટિકિટની કિંમત 299 થી 4999 સુધીની છે.ભારતીય કુસ્તીબાજો અને સારી રીતે પ્રશિક્ષિત રેફરીને બોલાવવામાં આવ્યા છે. આ મેચમાં બે વર્કિંગ બેકસ્ટેજ સાથે ત્રણ રેફરી હશે.
અમદાવાદમાં પહેલીવાર આ પ્રકારની WWE જેવી કુસ્તી મેચની ઈવેન્ટ યોજાવા જઈ રહી છે. જ્યાં ભારતીય કુસ્તીબાજો રિંગમાં મારામારી માટે ખુરશી અને સીડીનો ઉપયોગ કરશે. 18 બાય 18 ના માપમાં બનેલી રિંગમાં અનેક ખેલ થશે.WWE ની જેમ જ, આ ટુર્નામેન્ટમાં બેલ્ટ આપવામાં આવશે, જેમાં સિંગલ્સ મેચ, ટેગ ટીમ મેચ અને રોયલ રમ્બલ ફોર્મેટ સહિત 7 થી વધુ બાઉટ્સનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટમાં બે કેટેગરીમાં બેલ્ટ જોવા મળશે. નેશનલ હેવીવેઈટ ચેમ્પિયનશીપ અને વર્લ્ડ હેવીવેઈટ ચેમ્પિયનશીપ.