અમદાવાદ : અમદાવાદમાં બે યુવકો પાસેથી અનેક નકલી આધારકાર્ડ મળી આવ્યા હોવાની ઘટના સામે આવી છે. અમદાવાદના હાટકેશ્વરમાં ઝેરોક્ષ સેન્ટર પર બંને યુવકો પ્રિન્ટ કઢાવવા ગયા હતા. બાંગ્લા ભાષામાં બનેલા આધારકાર્ડની પ્રિન્ટ કઢાવવા જતાં દુકાનધારકને આધારકાર્ડ નકલી હોવાની શંકા જતા પોલીસને જાણ કરી હતી.પોલીસે તુરંત જ ઘટનાસ્થળે પહોંચી અને શકમંદોને પકડી લીધા હતા. જોકે, તકનો લાભ લઈ એક શખસ પોલીસની હાજરીમાં નાસી ગયો હતો.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદના હાટકેશ્વર પાસે આવેલા જાગૃતિ ટ્રાવેલ્સ નામના કોમ સર્વિસ સેન્ટરમાં આ બે કથિત બાંગ્લાદેશી યુવકો નકલી આધારકાર્ડ બનાવવા આવ્યા હતા. જો કે આ યુવકોન શંકાસ્પદ હિલચાલના કારણે કોમ સર્વિસ સેન્ટરના સંચાલક અરવિંદ ચોરસિયાએ વિલંબ કર્યા વિના 100 નંબર ડાયલ કરી પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી.
અમરાઈવાડી પોલીસનો કાફલો ત્યાં આવતા આ બંને યુવક ત્યાંથી ભાગ્યા હતા. જો કે પોલીસ જવાન તેમને પકડવા જતા નીચે પડી ગયો હતો. આ દરમિયાન એક યુવક પકડાઈ ગયો હતો.અને બીજો યુવક ખોખરા તરફ ભાગી ગયો હતો.સમગ્ર મામલે ઉચ્ચ અધિકારીઓને જાણ કરવા સાથે વધુ તપાસ હાથ ધરી હતી. પૂછપરછમાં બાંગ્લાદેશી યુવકનું મોટું રેકેટ બહાર આવવાની શક્યતા છે.
યુવકના વોટ્સએપમાં 40થી વધુ આધારકાર્ડની PDF હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે. પોલીસે સ્થળ પર જઇને એક શખ્સને ઝડપી પાડ્યો છે. જ્યારે અન્ય એક ફરાર થઈ ગયો હતો. આ શખ્સ પાસે બાંગ્લા ભાષાનું ચૂંટણી કાર્ડ પણ મળી આવ્યું છે. ત્યારે પોલીસની તપાસ બાદ જ સાચી હકીકત સામે આવશે.