30.2 C
Gujarat
Thursday, November 21, 2024

BJPએ લોકસભા 72 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, ગુજરાતની અન્ય 7 બેઠક પરના ઉમેદવારોના નામ જાહેર

Share

નવી દિલ્હી : લોકસભાની ચૂંટણીને લઇને BJPએ આજે 72 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી દીધી છે. જેમાં ગુજરાત લોકસભાની બાકી રહેલ 7 બેઠક માટેના ઉમેદવારોના નામ પણ જાહેર કરવામાં આવ્યા છે. હજુ ચાર બેઠક પરના નામ જાહેર કરવાના બાકી છે.BJPએ અત્યાર સુધી 22 ઉમેદવારોના નામનો જાહેરાત કરી દીધી છે. BJPએ 22માંથી પૈકી 10 બેઠકો પર સાંસદના પત્તા કાપ્યા છે. અમરેલી, જૂનાગઢ, મહેસાણા અને સુરેંદ્રનગર બેઠક પર હજુ ઉમેદવારના નામ પર સસ્પેંસ છે.

ઉલ્લેખનિય છે કે,સાબરકાંઠા, ભાવનગર, છોટાઉદેપુરમાં અને સુરત, વલસાડના સાંસદની ટિકિટ કપાઇ છે. તો અમદાવાદ પૂર્વ અને વડોદરાના સાંસદને રિપીટ કરવામાં આવ્યાં છે. દાદરાનગર હવેલીથી કલાબેન ડેલકરને ટિકિટ આપી છે.અમદાવાદ પૂર્વથી હસમુખ પટેલને પણ રિપીટ કરવામાં આવ્યા છે.

ભાજપની બીજી યાદી જાહેર

સાબરકાંઠાથી ભીખાજી ઠાકોરને ટિકિટ
અમદાવાદ પૂર્વથી હસમુખ પટેલને ટિકિટ
ભાવનગરથી ભાજપ નિમુબેન બાંભણિયા
વડોદરાથી રંજનબેન ભટ્ટને ટિકિટ મળી
સુરતથી મુકેશ દલાલને ટિકિટ
છોટાઉદેપુરથી જશુભાઈ રાઠવાને ટિકિટ
વલસાડથી ધવલ પટેલને ભાજપે આપી ટિકિટ

BJPએ બીજી યાદીમાં 10 રાજ્યોની 72 સીટો માટે પોતાના ઉમેદવારોની જાહેરાત કરી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. જેમાં ગુજરાતની 07, દિલ્હીથી 02, હરિયાણા 06, હિમાચલ પ્રદેશ 02, કર્ણાટક 20, મધ્ય પ્રદેશ 05, ઉત્તરાખંડ 02, મહારાષ્ટ્ર 20, તેલંગાણા 06, અને ત્રિપુરાના 01 નામની જાહેરાત કરવામાં આવી છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles