28.7 C
Gujarat
Wednesday, October 23, 2024

ચારધામ યાત્રાને લઈને મોટી અપડેટ, 31 મે સુધી VIP દર્શન પર રોક, નહીં ઉતારી શકો Reels, ફોટોગ્રાફી કે વીડિયોગ્રાફી

Share

ઉત્તરાખંડ : ચારધામ યાત્રાને લઈ ફરી એકવાર મોટી અપડેટ સામે આવી છે. ઉત્તરાખંડમાં આ વખતે ચારધામ યાત્રા માટે શ્રદ્ધાળુઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તે જ સમયે, તેમની ક્ષમતા કરતા વધુ ભક્તો ધામોમાં પહોંચવાના કારણે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હતો. તેને જોતા મુખ્ય સચિવ રાધા રતુરીએ 31 મે સુધી VIP દર્શન પર પ્રતિબંધ લગાવી દીધો છે. ચારધામ યાત્રામાં અત્યાર સુધીમાં 27,92,679 શ્રદ્ધાળુઓએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ ઉત્તરાખંડના મુખ્ય સચિવ રાધા રાતુરીએ પ્રવાસન સચિવ, ગઢવાલ ડિવિઝનના કમિશનર, એસપી અને જિલ્લા કલેક્ટરને આદેશ આપ્યો છે કે, હવેથી મંદિરોથી 50 મીટરની ત્રિજ્યામાં વીડિયોગ્રાફી, સોશિયલ મીડિયા રીલ્સ વગેરે ન કરવામાં આવે. આનાથી શ્રદ્ધા માટે તીર્થયાત્રા પર આવતા લોકોને મુશ્કેલી થાય છે અને તેમની ભાવનાઓને પણ ઠેસ પહોંચે છે. ચારધામ યાત્રા માટે મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ આવી રહ્યા હોવાથી કેટલાક લોકો મંદિર પરિસરમાં રીલ બનાવવા કે વિડીયોગ્રાફી વગેરે કરીને બાકીના યાત્રિકો માટે મુશ્કેલી સર્જી રહ્યા હોવાનું જોવા મળી રહ્યું છે. તેને ધ્યાનમાં રાખીને ઉત્તરાખંડ સરકારે આ નિર્ણય લીધો છે.

જો નિયમોનું પાલન નહીં થાય તો કડક કાર્યવાહી કરવામાં આવશે. ચારધામ યાત્રા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે. આ દરમિયાન ઘણા એવા લોકો પણ આવી રહ્યા છે. તેમની કેટલીક હરકતોને કારણે લોકોની આસ્થાને ઠેસ પહોંચી રહી છે. અહીં શ્રદ્ધાને ઠેસ ન પહોંચે તેનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. તેમણે કહ્યું કે યાત્રાળુઓ માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. અમે તમામ રાજ્યોના મુખ્ય સચિવોને પત્રો મોકલી રહ્યા છીએ કે કોઈ પણ શ્રદ્ધાળુએ નોંધણી વગરના વાહનમાં કે નોંધણી વગરની રીતે ન આવવું જોઈએ.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles