અમદાવાદ : ગુજરાતમાં ગરમીને કારણે રસ્તા પર દોડતા વાહનોમાં આગ લાગવાના અનેક બનાવો પ્રકાશમાં આવી રહ્યાં છે. ત્યારે આજે વધુ એક આગનો કિસ્સો બન્યો છે. જેમાં શાહીબાગના નમસ્તે સર્કલ પાસે એચપી પેટ્રોલ પંપની સામે એક BMW કાર એકાએક સળગી ઊઠતા ભાગદોડ મચી ગઈ હતી. કાર ઓટો લોક થઈ જતાં બે વ્યક્તિ અંદર ફસાયાં હતા. જે બાદ બન્નેએ કારના પાછળના દરવાજાથી બહાર નીકળીને જીવ બચાવ્યો હતો. ઘટનાની જાણ થતાં ફાયરની ટીમે સ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદના શાહીબાગના નમસ્તે સર્કલ પાસે BMW કારમાં બે વ્યક્તિ ડીઝલ ભરાવી રહ્યાં હતા. ત્યારે બોનેટમાંથી ધુમાડા નીકળવા લાગતા પેટ્રોલ પંપના કર્મીઓએ કારને જલ્દીથી પંપની બહાર લઈ જવા કહ્યું હતું. જેથી ચાલક કારને લઈને તુરંત બહાર જતા રહ્યાં હતા, પરંતુ બન્ને વ્યક્તિ અંદર ફસાઈ ગયા હતા. જોકે, પાછળના દરવાજાથી તેમને બહાર કાઢવામાં આવ્યાં હતા અને તેમનો જીવ બચી ગયો હતો.કાર અડધાથી પણ વધારે સળગી ગઈ હતી. ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગ ઉપર કાબુ મેળવ્યો હતો.
સ્થાનિકોના કહેવા પ્રમાણે BMW કારની કિંમત 70 થી 80 લાખની છે. કારમાં બે વ્યક્તિઓ સવાર હતા અને તેઓ બાજુના પેટ્રોલ પંપ ઉપર ડીઝલ ભરાવતા હતા ત્યારે બોનેટ માંથી ધુમાડા નીકળવા લાગ્યા હતા આબાદ જ્યારે પેટ્રોલ પંપ ના કર્મીઓએ કારને જલ્દીથી પંપની બહાર લઈ જવા કહ્યું હતું અને જેવી કારને બહાર લઈ ગયાં કે તરત તેમાં આગ લાગી હતી અને બન્ને વ્યક્તિઓ અંદર ફસાયાં હતા જોકે પાછળના દરવાજાથી તેમને બહાર લાવવામાં આવ્યાં હતા અને આ રીતે તેમનો જીવ બચી ગયો હતો.