અમદાવાદ : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આજે પોતાના જન્મ દિવસ અવસરે વહેલી સવારે અડાલજ ત્રિમંદિર ખાતે દાદા ભગવાન મંદિરમાં દર્શન અર્ચન કરીને દિવસના કાર્યોનો પ્રારંભ કર્યો હતો. મુખ્યમંત્રીએ અડાલજમાં ત્રિમંદિર પરિસર માં પૂજ્ય દાદા ભગવાન, પૂજ્ય નીરૂમાંની સમાધિ પર શિશ ઝુકાવી આશીર્વાદ મેળવ્યા હતા અને દેવી દેવતાઓના દર્શન તેમજ શિવ મંદિરમાં જલાભિષેક કર્યો હતો.
મુખ્યમંત્રીએ જન્મ દિવસ અવસરે રાજ્યના સૌના સ્વાસ્થ્ય સુખાકારી સમૃદ્ધિ અને સમગ્ર રાજ્યના સમગ્રતયા અવિરત વિકાસ માટે પ્રાર્થના કરી હતી. મુખ્યમંત્રીએ મંદિર પરિસરમાં દર્શનાર્થીઓનું ઉષ્માપૂર્ણ અભિવાદન પણ ઝીલ્યું હતું.
Best wishes to Gujarat CM Shri Bhupendrabhai Patel on his birthday. He’s making commendable efforts to boost Gujarat’s development and empower the state’s youth. Wishing him a long and healthy life in service of the people. @Bhupendrapbjp
— Narendra Modi (@narendramodi) July 15, 2024
આ પ્રસંગે PM મોદીએ પણ ટ્વીટ કરીને આપી જન્મ દિવસની શુભેચ્છાઓ…ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને તેમના જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ. તેઓ ગુજરાતના વિકાસને વેગ આપવા અને રાજ્યના યુવાનોને સશક્ત બનાવવા માટે પ્રશંસનીય પ્રયાસો કરી રહ્યા છે. લોકોની સેવામાં તેમને લાંબા અને સ્વસ્થ જીવનની શુભેચ્છાઓ..
આ ઉપરાંત અમદાવાદ શહેર ભાજપ દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના જન્મ દિવસના અવસરે આજે સોમવારે સાંજે જગન્નાથ મંદિર ખાતે મહાઆરતીનું આયોજન કરેલ છે, આ પ્રસંગે સૌને ઉપસ્થિત રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે.