અમદાવાદ : ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસના આરોપી તથ્ય પટેલને એક વર્ષ બાદ મળ્યા હંગામી જામીન મળ્યા છે. માત્ર એક દિવસ માટે પોલીસ જાપ્તા સાથે જામીન મંજૂર થયા છે. અમદાવાદ ગ્રામ્ય કોર્ટે જામીન અરજી ગ્રાહ્ય રાખી છે. દાદાના મરણક્રિયાના કારણોસર તથ્ય પટેલે જામીન માંગ્યા હતા. દાદાની અંતિમવિધી બાદ જેલમાં પરત લઇ જવા કોર્ટે આદેશ આપ્યો છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદની ગ્રામ્ય સેશન્સ કોર્ટે ઈસ્કોન બ્રિજ પર 1 વર્ષ અગાઉ 9 લોકોને કમકમાટી ભર્યા કચડી નાંખનાર આરોપી તથ્ય પટેલને પોલીસ જાપ્તા સાથે એક દિવસના જામીન આપ્યા છે. અત્રે જણાવીએ કે, 13 મહિના બાદ આ અકસ્માત કેસના આરોપીને જામીન મળ્યા છે. 25 દિવસ પહેલા તથ્યના દાદાની તબિયત ખરાબ હોવાથી તેમને ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે સમય તથ્યના વકીલે કોર્ટમાં જામીન અરજી કરી હતી. જો કે, 22 ઓગસ્ટના રોજ તથ્યના દાદાનું અવસાન થતાં અંતિમક્રિયાને લઈ કોર્ટમાં જામીન અરજી કરાઈ, જે સાથે મૃત્યુ પ્રમાણપત્ર જોડવામાં આવ્યું હતું, ત્યારે કોર્ટ 1 દિવસના જામીન મંજૂર કર્યા છે
તમને જણાવી દઈએ કે ઉલ્લેખનીય છે કે 19 જુલાઈ, 2023ની મોડી રાત્રે અમદાવાદ શહેરના ઇસ્કોન બ્રિજ પર તથ્ય પટેલે ઘણાં લોકો જેગુઆર કાર ચડાવી દેતાં 9 લોકોનાં મોત થયાં હતાં. આ ઘટનાએ ગુજરાતભરમાં જ નહીં, દેશભરમાં ચર્ચા જગાવી હતી. તથ્ય હાલ સાબરમતી જેલમાં કેદ છે. આ કેસમાં આરોપી તથ્ય પટેલ સામે IPCની કલમ 279, 337, 338, 304, 308, 504, 506(2), 114, 188 મોટર વ્હીકલ એક્ટ 177, 184, 134B મુજબ ગુનો દાખલ થયો હતો. જે અત્યારે પણ જેલમાં છે, જો કે, આજે તેને એક દિવસના જામીન મળ્યા છે.