અમદાવાદ : અમદાવાદમાં દુબઈ, હોંગકોંગ, સિંગાપોર જેવા વિવિધ દેશોમાં યોજાતા શોપિંગ ફેસ્ટિવલ જેવા શોપિંગ ફેસ્ટિવલનું આયોજન મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજ્ય સરકારના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું છે. શનિવારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સિંધુભવન રોડ ઉપર ઓક્સિજન પાર્કની બાજુમાં આવેલા પ્લોટમાં બનાવવામાં આવેલી શોપિંગ સ્ટ્રીટનું ઉદઘાટન કરી 95 દિવસ સુધી ચાલનારા શોપિંગ ફેસ્ટિવલને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.ત્યારે હવે જેમ જેમ રાજ્યવાસીઓને જાણ થાય છે તેમ તેમ ભીડ જામી રહી છે.
આ શરૂ કરાયેલા ફેસ્ટિવલ શોપિંગ ઉત્તરાયણ સુધી ચાલશે. જેમાં 60થી વધારે અલગ અલગ સ્ટોલ લગાવવામાં આવ્યા છે. આપને જણાવી દઈએ કે, મનોરંજનથી લઈ મનગમતી મોટા ભાગની વસ્તુઓ આ સ્ટોલો પર મળી રહશે. નાના બાળકો માટે રમકડા બસ સહિત જુદી જુદી સ્પોર્ટ્સ એક્ટિવિટી પણ રાખવામાં આવેલી છે. સાથો સાથ ખાણી-પીણીના સ્ટોલો તો છે જ. આપને જણાવી દઈએ કે શોપિંગ ફેસ્ટિવલમાં રિલાયન્સ રિટેઈલ, સંકલ્પ રેસ્ટોરાં, ITC નર્મદા, ક્રાઉન પ્લાઝા, ઝોમેટો, બુક માય શો, માણેકચોકના જ્વેલર્સો સહિત બ્રાન્ડેડ કંપનીઓ તેમજ રિટેલર્સ જોડાયા છે. એટલે જ નહી પરંતુ ફૂડ ઝોન, શોપિંગ અને આર્ટિઝન ઝોન, મ્યુઝિક અને કલ્ચરલ એક્ટિવિટી ઝોન, સ્પોર્ટ્સ ઝોન અને એન્ટરટેનમેન્ટ ઝોન પણ ઉભા કરાયા છે.
આપને જણાવી દઈએ કે, આ શોપિંગ ફેસ્ટિવલમાં શેરી-આધારિત સંગીત અને સાંસ્કૃતિક પ્રદર્શન, ફેશન શો, મેજિક શો, કવિતા વાંચન અને મ્યુઝિક ફેસ્ટિવલ, ફ્લી માર્કેટ્સ, સ્ટેન્ડ-અપ કોમેડી શો સહિતનું આ આયોજન કરાયું છે.
આ શોપિંગ સ્થળો ક્યાં ક્યાં ?
સાબરમતી રિવરફ્રન્ટ, માણેક ચોક, લો ગાર્ડન, ગુજરી બજાર, સાયન્સ સિટી, વસ્ત્રાપુર, પ્રહલાદ નગર રોડ
થલતેજ પેલેડિયમ મોલ, ઇસ્કોન મોલ, વસ્ત્રાપુર આલ્ફા વન મોલ, નિકોલ પેવેલિયન મોલ
સિંધુ ભવન રોડ, સી. જી. રોડ, મણીનગર – કાંકરિયા રામબાગ રોડ, નિકોલ – મોડર્ન સ્ટ્રીટ અને નરોડા વિસ્તાર, કયા કયા મોલ જોડાશે
લક્ઝરી બ્રાન્ડ્સ, કપડાં, ઝવેરી, ઇલેક્ટ્રોનિક્સ આઈટમમમાં 15થી 35 ટકાની વચ્ચે ડિસ્કાઉન્ટ મળશે.ડ્રોન શોથી લઈ લાઇટ એન્ડ લેસર શો તેમજ ફૂડ ફેસ્ટિવલ પણ ખરૂ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સિંધુભવન રોડ, સીજી રોડ, નિકોલ મોડર્ન સ્ટ્રીટ અને કાકરીયા મણિનગર રોડ પર યોજવામાં આવેલા શોપિંગ ફેસ્ટિવલમાં જે નાગરિકોને શોપિંગ કરવા માટે જશે તેઓ માટે AMTS બસમાં ભાડું ચુકવવાનું રહેશે નહી, જેના માટે નાગરિકો શોપિંગ ફેસ્ટિવલની વેબસાઈટ ઉપર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ત્યારેબાદ એક QR કોડ આપવામાં આવશે. જે કોડ બસમાં સ્કેન કરતાની સાથે જ તેઓને જે નક્કી કરેલા સ્થળ ઉપર શોપિંગ માટે જવું હોય ત્યાં QR કોડ બતાવતાની સાથે જ તેઓને મફતમાં મુસાફરી કરવા મળશે. ઉલ્લેખનીય વાતે એ છે કે, દર દસ મિનિટે આ શટલ બસ ફેરા કરશે