અમદાવાદ : દિવાળીના તહેવારો દરમ્યાન સામાન્ય રીતે મોટાભાગના દવાખાના અને ક્લિનિક બંધ રહેતા હોય છે. તેમજ આ સમય દરમ્યાન જો કોઇ મેડિકલ ઇમરજન્સી આવે તો ડૉક્ટરને શોધવા મુશ્કેલ બનતા હોય છે. જેના પગલે અમદાવાદ મેડિકલ એસોસિએશનનો (AMA) મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં અમદાવાદ મેડિકલ એસોસિયેશન સાથે સંકળાયેલા ડોકટરો સેવા આપશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ શહેરમાં અમદાવાદ મેડિકલ એસોસિયેશન (AMA) દ્વારા દર વર્ષે દિવાળીના તહેવાર દરમિયાન ડોક્ટર્સ ઓન કોલની સુવિધા પૂરી પાડવામાં આવે છે.છેલ્લા 14 વર્ષથી AMA દ્વારા દિવાળીના તહેવારોની રજાઓ દરમિયાન કે જ્યારે તબીબો ઓછી સંખ્યામાં ઉપલબ્ધ હોય છે, તે દરમિયાન દર્દીઓને હાલાંકીનો સામનો ન કરવો પડે તે માટે ફોન કોલ ઉપર તબીબો દર્દીને સારવાર કરે છે. છેલ્લા 14 વર્ષથી અમદાવાદ મેડિકલ એસોસિએશન સાથે જોડાયેલા તબીબો સ્વેચ્છાએ દિવાળીના તહેવાર સમયે દર્દીઓની સારવાર માટે હાજર રહે છે.
જેની માટે અમદાવાદ મેડિકલ એસોસિયેશન દિવાળીના તહેવારમાં ડૉક્ટર ઓન કોલની સેવા ચાલુ કરશે. આ સેવા દિવાળીના તહેવારો દરમ્યાન ચાલુ રાખવામાં આવશે. આ તહેવારોમાં તબીબો ન હોવાને કારણે દર્દીઓને તકલીફ ન પડે તે માટે સેવા શરૂ કરવામાં આવી છે. જેમાં 83 થી વધુ ‘ડૉક્ટર ઓન કોલ’ની સેવામાં જોડાશે તેમજ દર્દીઓને ફોન પર જ દવા અને સારવાર સબંધી સારવાર અંગે સલાહ આપશે.