31.1 C
Gujarat
Wednesday, August 6, 2025

અમદાવાદના ખ્યાતિકાંડ મામલે મોટા સમાચાર, 5 આરોપીની ધરપકડ, જાણો ક્રાઇમ બ્રાન્ચે કેવી રીતે પકડ્યા

Share

અમદાવાદ : શહેરના ખ્યાતિ હોસ્પિટલકાંડમાં સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે મોટું ઓપરેશન પાર પાડ્યુ છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ફરાર પાંચ મેડિકલ માફિયાઓ પકડી પાડ્યા છે. ક્રાઈમ બ્રાંચે CEO ચિરાગ રાજપૂત, મિલિન્દ પટેલ, રાહુલ જૈન, પ્રતિક ભટ્ટ, પંકિલ પટેલની ઝડપી પાડ્યા છે. આ કાંડમાં હજુ સુધી કુલ 9 આરોપીઓ પોલીસ ફરિયાદમાં નોંધાયા છે. જેમાંથી 6 આરોપીઓ ઝડપાયા છે. જ્યારે ત્રણ લોકો હજી વોન્ટેડ છે. ત્યારે હજી એક આરોપી વિદેશમાં છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ઘણા સમયથી ખ્યાતિકાંડના આરોપીઓની ધરપકડ કરવા માટે પ્રયાસ કરી રહી હતી. તે સમયે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમને મહત્ત્વની માહિતી મળી હતી અને તમામ લોકો પોતાનો મોબાઈલ ફોન બંધ કરીને નવા મોબાઈલથી સોશિયલ મીડિયા દ્વારા સંપર્કમાં હતા તે સમયે ચિરાગની ખેડાથી જ્યારે રાહુલ જૈન અને મિલિંદની ધરપકડ ઉદયપુરથી કરી હોવાની વિગતો જાણવા મળી રહી છે.

મળતી માહિતી મુજબ ખ્યાતિ હોસ્પિટલના CEO ચિરાગ રાજપૂતના મોબાઈલનું છેલ્લું લોકેશન પોલીસે મેળવતા તે રાજસ્થાનમાં બતાવતું હતું. પરંતુ, ચિરાગ રાજપૂત અમદાવાદથી 60 કિમીના અંતરે ખેડા પાસે આવેલા એક ફાર્મહાઉસમાંથી ઝડપાયો હતો. અમદાવાદ ક્રાઈમ બ્રાંચ ગેરમાર્ગે દોરાય તે માટે આરોપીઓએ પ્રયાસો કર્યા હતા પરંતુ, તેમાં તેઓ નિષ્ફળ રહ્યા હતા.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ના અધિકારીના જણાવ્યા અનુસાર આરોપીઓને હાલ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ લઈ આવવામાં આવ્યા છે અને તેઓની પૂછપરછ કરવામાં આવી રહી છે તેઓ કઈ રીતે ભાગ્યા હતા અને તેમણે કોણે મદદ કરી હતી તે અંગેની તપાસ કરવામાં આવી રહી છે.

તમને જણાવી દઈએ કે,‘ખ્યાતિકાંડ’ને લઈને ગૃહ રાજ્ય મંત્રીએ પોલીસને કાર્યવાહી કરવામાં ખાસ કહ્યું હતું. સતત આ ઘટના પર તેઓ વિગતો માંગતા રહ્યાં છે. એટલું જ નહીં પરંતુ આ કાંડના દરેક આરોપીને સજા કરવામાં આવશે તેવું પણ જણાવ્યું હતું. નોંધનીય છે કે, ગૃહ રાજ્ય મંત્રી દ્વારા ‘ખ્યાતિકાંડ’ના આરોપીઓને ઝડપી પડકી પાડવા માટે પોલીસને કડક શબ્દોમાં સૂચનાઓ પણ આપી હતી. જેથી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપથી કાર્યવાહી કરવામાં આવી અને અત્યારે આ ‘ખ્યાતિકાંડ’ ના પાંચ આરોપીઓને ઝડપી પાડ્યાં છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles