અમદાવાદ : અમદાવાદમાં રોડ પર લોકો બેફામ ગાડી ચલાવી રહ્યા છે. નબીરાઓના વાંકે સામાન્ય માણસ હેરાન થાય છે. જોકે પોલીસ દ્વારા રાત્રે ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં નબીરાઓ તો નહીં, પરંતુ સામાન્ય લોકો ટ્રાફિક પોલીસના અડફેટે ચડી ગયા છે. પોલીસે વાહન ચાલકોને મેમો આપી દીધા અને તે મેમો અમદાવાદ RTOમાં ભરીને વાહન છોડાવી શકે છે.
અમદાવાદ RTOમાં પોલીસે આપેલા મેમો ભરવા માટે લોકોની લાંબી લાઇન જોવા મળી હતી. અમદાવાદ RTOમાં બીજા માળ સુધી મેમો ભરવા માટે લોકો લાઇનમાં ઉભા હતા. પોલીસે વાહન ડિટેઇન કર્યા બાદ તેને છોડાવવા માટે અરજદારો ઉમટી પડ્યા હતા. RTOમાં લોકોનો ભારે ધસારો થતા 3 ગણો મેઇન પાવર વધારવામાં આવ્યો હતો. અમદાવાદ RTO કચેરીમાં 200થી 250 લોકોને ટોકન આપવામાં આવે છે.
RTO તંત્રમાં પોલીસે આપેલાં મેમાની વસૂલાત કરવા માટે કોઇ જ વ્યવસ્થા નથી. આરટીઓ તંત્ર માંડ 100 મેમાના દંડની વસૂલાત કરતી આવી છે. બુધવારથી આરટીઓ દરરોજ 200 લોકોનો દંડ વસુલી શકે તેવું આયોજન કરનાર છે. પોલીસ અને RTO વચ્ચે તાલમેલના અભાવે RTOમાં સવારથી દંડ ભરવા માટે લાઇનો લાગી જાય છે.
બુધવારથી RTO દરરોજ 200 દંડ વસુલી શકે તેવું આયોજન કરનાર છે. પોલીસ અને RTO વચ્ચે તાલમેલના અભાવે RTOમાં સવારથી દંડ ભરવા માટે લાઈનો લાગી જાય છે. તો પોલીસ સ્ટેશનોમાં ડીટેઈન કરેલાં વાહનોના થપ્પા લાગી ગયાં છે. સોમવારે કોમ્બિંગ નાઈટમાં પોલીસે 1685 વાહન ચાલકો પાસેથી 12.82 લાખનો દંડ વસૂલ્યો હતો, તો ડોક્યુમેન્ટ સાથે ન હોવાના બદલ 1800 વાહનો ડિટેઈન કરાયાં હતાં.
અમદાવાદ RTO જે. જે. પટેલે જણાવ્યા મુજબ અમદાવાદ RTO કચેરીમાં મેમો ભરવા માટે લાંબી કતારો લાગી છે. ત્યારે RTO આવતા વાહન ચાલકોના મેમો સમયસર ભરાઈ જાય તેના માટે સ્ટાફ વધારવામાં આવ્યો છે. બાવળા, વસ્ત્રાલમાં પણ ટીમ વધારવામાં આવી છે. જેના કારણે મેમો ભરાઈ જાય. કયા નિયમોનો ભંગ કર્યો છે જેના ડોક્યુમેન્ટ ચકાસવામાં આવે છે. ડોક્યુમેન્ટ ચકાસ્યા બાદ મેમો લેવામાં આવે છે. સવારે એક કલાક વહેલું અને સાંજે 7 વાગ્યા સુધી સમય કરવામાં આવ્યો છે. છેલ્લા 3 દિવસમાં 22 લાખથી વધુનો દંડ વસૂલ કર્યો છે.