અમદાવાદ : અમદાવાદમાં વધતી જતી ક્રાઇમની ઘટનાઓ બાદ પોલીસ કમિશનરએ અલગ-અલગ પોલીસ મથકમાં ફરજ બજાવતા 14 PIની બદલીના હુકમ કર્યા છે. જેમાં ખાડીયા, વટવા, અમરાઇવાડી, વટવા, ગોમતીપુર અને બોડકદેવના PIની બદલી કરવામાં આવી છે.
અમદાવાદમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળતા અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા એક્શન લેવામાં આવ્યું છે. અમદાવાદના 14 PIની બદલી કરવામાં આવી છે. અમદાવાદમાં ખાડીયા, વટવા, ગોમતીપુર, રખિયાલ, બોડકદેવ અમરાઇવાડી, ખાડીયા સહિતના PIની બદલી કરવામાં આવી છે.