અમદાવાદ : ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા 83 વર્ષે ફરી એકવાર ચૂંટણી મેદાનમાં ઉતરવાના છે.આજે શંકરસિંહ વાઘેલાના માર્ગદર્શક પ્રેસ કોન્ફરન્સ યોજીને ‘પ્રજા શક્તિ ડેમોક્રેટિક’ પાર્ટીની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. પાર્ટીના વર્તમાન પ્રમુખ ડૉ.રાજેન્દ્રસિંહ રાઠોડની ઉપસ્થિતિમાં આ પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી.શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, હું પાર્ટીમાં જોડાયેલો રહીશ. નવા પ્રમુખની જાહેરાત કરવામાં આવી છે અને 22 ડિસેમ્બરના રોજ અડાલજ ખાતે મોટુ સંમેલન અને પાર્ટી કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદમાં સર્કિટ હાઉસ ખાતે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતુ.આ પ્રેસ કોન્ફરન્સમાં પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીના નવ નિયુક્ત અધ્યક્ષના પરિચય અને પાર્ટીના આગામી દિવસોના કાર્યક્રમથી પરિચિત કરાવવા પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીના વર્તમાન અધ્યક્ષ ડૉ.રાજેન્દ્રસિંહજી રાઠોડ દ્વારા પૂર્વ મુખ્યમંત્રી અને પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીના પ્રણેતા શંકરસિંહ વાઘેલા બાપુ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રેસ કોન્ફન્સમાં શંકરસિંહ વાઘેલાએ નવી પાર્ટીની જરુર કેમ પડી તે અંગે પણ જણાવ્યું હતુ તેમણે જણાવ્યું કે, 2020થી પાર્ટી છે. તેમજ આગામી દિવસોમાં તેમની શું રણનિતી રહેશે તે અંગે પણ માહિતી આપી હતી.
શંકરસિંહ વાઘેલાએ જણાવ્યુ કે રાજેન્દ્રસિંહજી રાઠોડને તેમને આ જવાબદારી સંભાળવા માટે મનાવ્યા હતા. જિલ્લા પંચાયતોની ચૂંટણી પહેલા અમે આ જાહેરાત કરી છે કે, તેઓ આ પાર્ટીની જવાબદારી સંભાળશે. ગાધીનગરમાં 22 તારીખે બધા કાર્યકર્તાઓને બોલાવીને નવુ કાર્યાલયના અધિવે્શન ગાંધીનગરના અડાલજમાં થશે. ગુજરાતમાં બી ટીમ સી ટીમની વાત કાલ્પનિક વાત છે. ગુજરાતમાં જેની સમાજમાં છાપ સારી હોય.
આજ કાલ તો, જે ગુંડા હોય, દુષ્કર્મી હોય, બદમાશ હોય , પોન્ઝી સ્કીમ વાળા હોય ભાજપનો ખેસ પહેરો અને પવિત્ર થઈ જાવ, અસમાજિક તત્વોને સરકારનું પ્રોટેક્શન મળી રહ્યુ છે. લોકો મરે તેનો અવાજ કોણ ઉઠાવશે તેનો અવાજ અમે ઉઠાવીશું. આવનારી ચૂંટણીઓમાં પરિવર્તન આવે, એટલા માટે આ પાર્ટી તન મન ધનથી કામ કરશે. વધુમાં તેમણે નવી પાર્ટી માત્ર ક્ષત્રિયો પુરતી રહેશે તે અંગે જણાવ્યુ કે, પાર્ટી કોઈ ધર્મની ના હોય,
શંકરસિંહ વાઘેલા નવી પાર્ટી સાથે ફરી એકવાર મેદાનમાં આવ્યા છે. ત્યારે આ નવી પાર્ટી રાજ્યના રાજકારણમાં શું ફેરફાર લાવશે તે જોવું રસપ્રદ રહેશે.