અમદાવાદ : શહેરમાં મ્યુનિ. સંચાલિત કોમ્યુનિટી હોલ કે પાર્ટી પ્લોટ સામાન્ય રીતે વર્ષમાં માંડ 50-60 દિવસ લગ્નના મુહૂર્ત હોય ત્યારે જ ભાડે લેવાતાં હોય છે. જો કે હવે હોલ કે પાર્ટી પ્લોટનો ઉપયોગ લોકો વધુ સારી કરી શકે તેે માટે ઓછા સમય માટે ભાડે રાખનારને ખુબ ઓછા ભાવે હોલ મળે અને લોકો વધુમાં વધુ ઉપયોગ કરી શકે તેવું ભાડું નક્કી કરવા સૂચવાયું છે.
હોલ કે પાર્ટી પ્લોટ જો માત્ર બેસણાં માટે સવારના સમયે ભાડે લેવાય તો તેનું ભાડું માત્ર 25 ટકા જ લેવાય છે, જો અન્ય પ્રસંગ માટે લેવાય તો આખા દિવસનું ભાડું લેવાય છે. હવે આ સ્થિતિમાં સુધારો કરીને કોઇ વ્યક્તિ માત્ર સવાર કે સાંજના સમયે જ ચોક્કસ સમય માટે હોલ કે પાર્ટીપ્લોટ લેવા ઇચ્છે તો તેને ભાડામાં 40-50 ટકા ઘટાડી આપવા માટે માટે ટાઉન પ્લાનિંગ કમિટીએ સૂચન કર્યું છે.