અમદાવાદ : અમદાવાદમાં નારણપુરા, સોલા અને નવા વાડજ સહિત પૂર્વના કેટલાંક વિસ્તારોમાં આવેલ હાઉસિંગમાં અનેક સોસાયટીઓમાં રિડેવલપમેન્ટની પ્રક્રિયાઓ ચાલી રહી છે તો અનેક સોસાયટીઓના રહીશો રિડેવલમેન્ટની આશા લઈને બેઠા છે, આમ રિડેવલપમેન્ટને લઈને પૂર્વની સરખાણીમાં પશ્ચિમમાં એમાંય ખાસ કરીને શહેરના 132 ફુટ રીંગ રોડ ટચ હાઉસીંગ સોસાયટીઓમાં મકાનોના ભાવમાં અચાનક ઉછાળો આવ્યો હોવાનું રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલ લોકો જણાવી રહ્યા છે.
પ્રાપ્ત વિગતો મુજબ, ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા ગત 21મી એ નવા વાડજમાં નંદનવન એપાર્મેન્ટ, નારણપુરામાં વિજયનગર પાસે આવેલ સોનલ પાર્ક, સોલામાં શિવ એપાર્ટમેન્ટ અને વાસણામાં આવેલ વસુધરા એપાર્ટમેન્ટમાં રિડેવલપમેન્ટ માટે ટેન્ડરો કરતા સોસાયટીઓમાં મકાનોના ભાવમાં એકાએક ઉછાળો આવ્યો છે.એક રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલ વ્યક્તિના જણાવ્યા મુજબ નવા વાડજમાં ભાવસાર હોસ્ટેલ પાસે આવેલ નંદનવન એપાર્ટમેન્ટમાં ત્રીજા માળે મકાન બે વર્ષ પહેલા વીસ લાખમાં પણ કોઈ લેવા તૈયાર નહોતું, પરંતુ જે રીતે રિડેવલપમેન્ટ અને મેટ્રો શરૂ થતા 40 લાખ જેટલી અધધ રકમ સૌદા પાર પડ્યો છે.કારણ કે નંદનવન એપારમેન્ટ પ્રાઈમ લોકેશનમાં હોવાનું રિયલ એસ્ટેટ સાથે જાેડાયેલ લોકો માની રહ્યા છે.વળી ત્રણ બાજુ રોડ ખુલ્લો મળી રહે છે.વળી નંદનવન એપાર્ટમેન્ટની નજીકમાં જ રામાપીરના ટેકરા પર સ્લમ રિડેવલમેન્ટની પ્રક્રિયા જાેરશોરથી ચાલી રહી છે.નંદનવન એપાર્ટમેન્ટના એક રહીશે જણાવ્યું છે કે કેટલાંક ઈન્વેસ્ટર્સ જમીનો, દુકાનોની દોડ છોડી હાઉસિંગ તરફ વળ્યા છે. અત્યાર સુધીમાં સોસાયટીમાં કોઈ મકાન વેચાવવામાં નથી.
ભાવમાં વધારાની વાત અહીં અટકતી નથી, આ અગાઉ જયાં જયા રિડેવપમેન્ટમાં થયુ અથવા થઈ રહ્યું છે તેવી તમામ સોસાયટીઓમાં મકાનોની કિંમતોમાં ભાવમાં ખૂબ જ ટુંકા ગાળામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે.આમ હજુ આવનાર સમયમાં નંદનવન એપાર્ટમેન્ટ સહિત આજબાજુમાં હાઉસિંગ સોસાયટીઓમાં આવનાર સમયમાં ભાવ હજુ પણ ઉંચકાય તો નવાઈ નહીં.