અમદાવાદ : અમદાવાદમાં ખ્યાતિ મોતકાંડ બાદ PMJAY યોજનાને લઈને સરકારે આજે મહત્વના સમાચાર આપ્યા છે. રાજ્ય સરકારે આ અંગે એક વોટ્સએપ નંબર જાહેર કર્યો છે. 92299 23005 આ નંબર પર આયુષ્માન કાર્ડમાં કોઇ પણ પ્રકારની મુશ્કેલી જણાઇ તો જાણ કરવા આ હેલ્પલાઈન નંબર જાહેર કર્યો છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ટ્વીટ કરી આ જાણકારી આપી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, સરકારના આરોગ્ય વિભાગ દ્વારા PMJAY હેઠળ સારવાર માં મુશ્કેલી માટે નંબર જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં દર્દીઓ સારવારમાં મુશ્કેલી જણાય તો વિગતો નંબર પર મોકલી શકે તેના માટે એક નંબર જાહેર કરવામાં આવ્યો હતો. જેની જાણકારી આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ટ્વીટ કરી આપી હતી. જેમાં મુશ્કેલી અંગે લેખિત માં 9227723005 પર વ્હોટ્સએપ નંબર પર સંપર્ક કરી જણાવી શકાશે.
ખ્યાતિ હોસ્પિટલ કાંડને લઇ આરોગ્ય વિભાગ દ્વારા કડક પગલાં ભરવામાં આવી રહ્યા છે. ત્યારે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે PMJAY યોજનાની નવી SOP જાહેર કરી હતી. જેમાં રાજ્યના પ્રજાજનોને આ યોજનાનો લાભ સરળતાથી મળી રહે તે હેતુથી વધુ હોસ્પિટલોની નોંધણી કરીને યોજનાનો લાભ આપવા, હોસ્પિટલોએ એન્જીયોગ્રાફીની વીડિયોગ્રાફીની સીડીઓ પ્રિઓથના સમયે અપડલોડ કરવી અને રાજ્યની તમામ હોસ્પિટલોએ ICP માટેની ભારત સરકારની ગાઇડલાઇનનું પાલન કરવા જેવા નિર્ણયો લેવામાં આવ્યા છે.
PMJAY યોજનાને લઈને સરકારે મહત્વના સમાચાર પણ આપ્યા છે. PMJAY કાર્ડના એપ્રુવલ આપતી એજન્સીને બદલી દેવામા આવી. ક્રાઇમ બ્રાન્ચે એજન્સીનું આ સમગ્ર કૌભાંડ બહાર લાવી હતી. PMJAY કાર્ડને એપ્રુવલ આપવામાં ગેરરિતી કર્યા બાદ એજન્સીને બદલી દેવાઈ છે.