અમદાવાદ : ચીનના ખતરનાક વાયરસની ભારતની સાથે ગુજરાતમાં પણ એન્ટ્રી થઈ ચૂકી છે. 2 મહિનાના બાળકનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. બાળકને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ખાનગી લેબ માં બાળકો HMVP રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બાળક મૂળ મોડાસા પાસેના ગામનું છે. અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં તેને દાખલ કરવામાં આવ્યો છે. હાલ તેની તબિયત સ્થિર છે. બાળકને શરદી અને તાવના લક્ષણો જોવા મળતા તેને અમદાવાદ લવાયો હતો.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદમાં ચાંદખેડા ચાંદખેડા વિસ્તારમાં આવેલી ઓરેન્જ ચિલ્ડ્રન હોસ્પિટલમાં HMPV નો પ્રથમ કેસ નોંધાયો છે. 2 મહિનું બાળક HMPV થી સંક્રમિત થયું હોવાનું સામે આવ્યું છે. આ બાળકને HMPV વાયરસના શરદી અને તાવના લક્ષણો જોવા મળ્યા છે. બાળક ખાનગી હોસ્પિટલના સારવારથી સ્વસ્થ જોવા મળ્યું છે. ખાનગી લેબોરેટરીમાં બાળકનો HMVP રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બાળક મૂળ મોડાસા પાસેના ગામના પરિવારનું છે. બાળકની તબિયત બગડતા અમદાવાદ લાવ્યા હતા.
તમને જણાવી દઈએ કે બેંગ્લુરુમાં આ વાયરસનો પ્રથમ કેસ નોંધાયો હતો જે બાદ બીજા બે કેસની પુષ્ટિ કર્નાટકામાં પણ થઈ છે ત્યારે હવે ગુજરાતમાં આ કેસ મળી આવતા હવે ગુજરાતીઓએ સાવધાની રાખવાની જરુરુ છે.ગુજરાતમાં હવે આ ખતરનાક વાયરસે પગપેસારો કર્યો છે ત્યારે હવે રાજ્ય સરકાર આજે આ વાયરસને લઈને ગાઈડલાઈન જાહેર કરી શકે છે. શું કરવું અને શું નહીં તેની જાહેર આજે થઈ શકે છે.
ચીનમાં HMPV વાયરસ તબાહી મચાવી રહ્યો હોવાના સમાચારો આવી રહ્યા છે. ચીનના કેટલાક પ્રાંતમાં ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે. અને આ સ્થિતિ કોરોના સમયની યાદ અપાવી રહી છે. ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે નવા વાયરસની એન્ટ્રી વચ્ચે શુ કરવું અને શું ન કરવું તેને લઈને આરોગ્ય વિભાગે માર્ગદર્શિકા જાહેર કરી. લક્ષણો જણાય તો ડોક્ટરો નો સપર્ક કરવા આરોગ્ય વિભાગે નાગરિકોને અપીલ કરી છે.