અમદાવાદ : મકરસક્રાંતીને આડે હવે થોડા દિવસ બાકી રહ્યો છે ત્યારે સમાચાર મળી રહ્યા છે કે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ આવશે. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ ઉત્તરાયણના પર્વ માટે ગુજરાતના પ્રવાસે આવશે. અમિત શાહ દર વર્ષે મકરસંક્રાંતિના તહેવારની ઉજવણી પોતાના પરિવાર અને કાર્યકરો સાથે કરે છે.ગાંધીનગર સંસદીય વિસ્તારમાં 2-3 જગ્યાએ અમિત શાહ પતંગોત્સવમાં હાજરી આપશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ફરી એકવાર ગુજરાત આવશે. 14,15,16 જાન્યુઆરી એમ 3 દિવસ અમિત શાહ ગુજરાતમાં રહેશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ અમિત શાહ મકરસંક્રાંતિના દિવસે પતંગ ચગાવશે.
અમિત શાહ દર વર્ષે મકરસંક્રાંતિમાં કાર્યકરોના ઘરે જઈને પતંગ ચગાવતા હોય છે. આ વર્ષે પણ તેઓ કાર્યકરો સાથે પતંગોત્સવની મજા માણશે. આ વખતે તેઓ 3 દિવસ ગુજરાતમાં અમદાવાદ અને ગાંધીનગરમાં મકરસંક્રાંતિની ઉજવણી કરી શકે છે. મકરસંક્રાંતિના દિવસે તેઓ પરિવાર સાથે અને ત્યારબાદ તેઓ સંસદીય વિસ્તારની મુલાકાતે જતા હોય છે.
ઉલ્લેખનીય છે કે, ભાજપ સંગઠન નવ રચના વચ્ચે અમિત શાહનો ગુજરાત પ્રવાસ ખૂબ જ મહત્ત્વનો ગણાઈ રહ્યો છે. દરમિયાન ભાજપ સંગઠનની રચના સંદર્ભે રાજકીય બેઠકો પણ સંભવ માનવામા આવી રહી છે. સાથે જ ગુજરાત ભાજપના નવા અધ્યક્ષની પસંદગી વિશે પણ બેઠકમાં ચર્ચા સંભવ માનવામાં આવી રહી છે.