અમદાવાદ : અમદાવાદના માધુપુરા વિસ્તારમાં આવેલ AMCના ગાર્ડનમાંથી 30 વર્ષીય યુવતીની લાશ મળી આવી છે. છરીના ઘા મારીને યુવતીની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. આ ઘટનામાં પ્રેમીએ પરણિત પ્રેમિકાની હત્યા કરી હતી. આ પ્રેમિકાની હત્યા કરી બાઈક પર વાડજ પાસે રિવરફ્રન્ટ પરથી પ્રેમીએ આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શાહીબાગ વિસ્તારમાં નમસ્તે સર્કલ પાસે આવેલ ગાર્ડનમાં યુવતીની હત્યાનો મામલો સામે આવ્યો છે. પ્રાથમિક માહિતી મુજબ પ્રેમીએ પરિણીત પ્રેમિકાની હત્યા કરી હોવાની માહિતી સામે આવી છે. પ્રેમિકાની હત્યા બાદ પ્રેમીએ પણ આત્મહત્યા કરી લીધી. પ્રેમિકાની હત્યા કર્યા બાદ વાડજ પાસે રિવરફ્રન્ટ પરથી 24 વર્ષીય પ્રેમી કૌશિક મકવાણાએ આત્મહત્યા કરી હતી.પ્રેમી કૌશિક મકવાણા પીએસઆઈની પરીક્ષાની તૈયારી કરતો હતો. નમસ્તે સર્કલ ગાર્ડન પાસે આવેલી લાઇબ્રેરીમાં પ્રેમી કૌશિક મકવાણા તૈયારી કરતો હતો.
પોલીસે આરોપીની તપાસ માટે ટીમ રવાના કરી અને તપાસ શરૂ તો જાણવા મળ્યું કે આરોપી પ્રેમી કૌશિક મકવાણાએ સાબરમતી નદીમાં કૂદીને આપઘાત કરી લીધેલ છે જેથી પોલીસ ત્યાં પણ ગઈ અને તપાસ શરૂ કરી ત્યારે આરોપીની બાઈક પણ ત્યાં મળી આવી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે બંને એક જગ્યાએ રહેતા હતા અને બંને વચ્ચે પ્રેમ સંબંધ હતો.
ઉલ્લેખનીય છે કે, સમગ્ર મામલે પોલીસની તપાસમાં સામે આવ્યું કે, આરોપી પીએસઆઈની પરીક્ષાની તૈયારી કરતો હતો પરંતુ આ ઘટના પાછળ કયું કારણ જવાબદાર છે તે જાણી શકાયું નથી. હાલ તો પોલીસે બંને મામલે અલગ અલગ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે. હવે મોબાઈલની તપાસ બાદ જ કારણ સામે આવી શકે તેમ છે.