28.9 C
Gujarat
Monday, July 7, 2025

અમદાવાદ સહિત આ રેલવે સ્ટેશન પર ટિકિટ માટે નહિ લાગે લાંબી લાઇન; ATVM મશીન મુકાયા

Share

અમદાવાદ : અમદાવાદ મંડળનાં રેલવે સ્ટેશન પર યાત્રિકોની સરળતા માટે પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. રેલવે મુસાફરોને હવેથી ટિકિટની લાઈનમાંથી મુક્તિ મળશે. તેમજ ટ્રેનની ટિકિટ માટે રેલવે સ્ટેશન પર ATVM મશીન મૂકાયા છે. ATVM મશીનથી લોકો જાતે જ અનરિઝર્વ્ડ ટિકિટ લઈ શકશે. તેમજ યાત્રા ટિકિટ પ્લેટફોર્મ ટિકિટ અને સિઝન પાસ માટે સરળતા રહેશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ મંડળના વિવિધ રેલવે સ્ટેશનો પર ATVM મશીન મુકાયા છે. અમદાવાદમાં 3, સાબરમતીમાં 2, વિરમગામમાં 1, મહેસાણામાં 1 અને ગાંધીધામમાં 1 રેલવે સ્ટેશનો પર એટીવીએમ મશીન મુકાયા છે. તેમજ મશીન મારફતે લોકો જાતે જ અનરિઝર્વ્ડ ટિકિટ બુક કરીને યાત્રા કરી શકે છે. તેમજ મશીનમાંથી યાત્રા ટિકિટ, પ્લેટફોર્મ તથા સિઝન ટિકિટ મળી રહેશે. આ સુવિધાથી મુસાફર સરળતાથી અને ઝડપથી પોતાની ટિકિટ મેળવી શકે છે.

એટીવીએમ: ઓટોમેટિક ટિકિટ વેન્ડિગ મશીન
એટીવીએમ (ઓટોમેટિક ટિકિટ વેન્ડિગ મશીન) એક અત્યાધુનિક અને વપરાશકર્તાને અનુકૂળ સિસ્ટમ છે, જેનો ઉપયોગ યાત્રી પોતે યાત્રા ટિકિટ, પ્લેટફોર્મ ટિકિટ અને સિઝન ટિકિટ મેળવવા માટે કરી શકે છે. આ મશીન ઉપયોગમાં અત્યંત સરળ છે અને યાત્રી ટિકિટબારી પર ગીરદીનો સામનો કર્યા વગર, સરળતાથી પોતાની ટિકિટ મેળવી શકે છે.

ચુકવણી પદ્ધતિઓ: યાત્રી ટિકિટ ખરીદવા માટે ડિજિટલ ચુકવણી પદ્ધતિનો ઉપયોગ કરી શકે છે, જેમ કે :
યૂપીઆઈ (UPI)
ક્યૂઆર કોડ સ્કેન કરવું
સ્માર્ટ કાર્ડ
સ્માર્ટ કાર્ડ શું છે?:

યાત્રી સ્માર્ટ કાર્ડ યૂટીએસ કાઉન્ટરથી મેળવી શકે છે અને ત્યાંથી રિચાર્જ કરી શકે છે.
સમાર્ટ કાર્ડ પર દરેક રિચાર્જ ઉપર 3% નું બોનસ આપવામાં આવે છે.
સ્માર્ટ કાર્ડ બેલેન્સની લઘુત્તમ મર્યાદા 50/- રૂપિયા છે અને મહત્તમ મર્યાદા 20,000/- રૂપિયા છે.
સ્માર્ટ કાર્ડ માટે મહત્તમ રિચાર્જ રકમ 19,400/- રૂપિયા નિશ્ચિત કરવામાં આવી છે.
આ સુવિધા મારફતે યાત્રી સરળતાથી અને ઝડપથી પોતાની યાત્રા ટિકિટ મેળવી શકે છે, અને તેમના માટે પરિવહન સુવિધાઓ વધુ સુલભ થઈ ગઈ છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles