અમદાવાદ : અમદાવાદમાં દિવસેને દિવસે અકસ્માતની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. ત્યારે ગતરાત્રિના શહેરના શેલા વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના સર્જાઇ હતી. જેમાં એકનું મોત નિપજ્યું છે.સ્કૂટરને ટક્કર મારી કાર ચાલક ફરાર થઈ ગયો હતો. પૂરપાટ ઝડપે જઈ રહેલી થાર કારે ટક્કર મારી હોવાનો પરિવાજનોનો આક્ષેપ છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના શેલા વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના ઘટી હતી. જેમાં અજાણ્યા કાર ચાલકે ડીલીવરી બોયને અડફેટમાં લીધો હતો. મળતી માહિતી મુજબ ગઈકાલે રાત્રે 11 થી 12 વાગ્યા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કાર ચાલકે સ્કૂટરને ટક્કર મારી હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે મોપેડ લઇને જતા સાફ્ફાન બિયાવરવાલાનું મોત નિપજ્યું હતું.આ ઘટનામાં પૂરપાડ ઝડપે જઈ રહેલી થાર કારે ટક્કર મારી હોવાનો પરિજનોએ આક્ષેપ કર્યો હતો. અને GJ01WS1791 નંબરની કારે ટક્કર મારી હોવાનો પરિજનોએ જણાવ્યું હતું.
અમદાવાદમાં હિટ એન્ડ રનની ઘટનાઓમાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો હોવાના કારણે લોકોમાં રોષ ફેલાયો છે. ત્યારે આ ઘટનાઓ વારંવાર ન બને તેને લઇ લોકો દ્વારા પોલીસ સમક્ષ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. જોકે રાત્રિના સમયે બનેલ ઘટનામાં પોલીસે કાર્યવાહી આદરી છે.