અમદાવાદ : અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આગામી 25મી અને 26મી જાન્યુઆરીએ કોલ્ડપ્લે કોન્સર્ટ યોજાશે. આ કોન્સર્ટની ટિકિટનું વેચાણ શરૂ થયા બાદ અમુક સમયમાં હજારો ટિકિટ વેચાઈ ગઈ હતી. ત્યારે હવે કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટના કાળા બજારિયા થતું હોવાનું બહાર આવ્યું છે. યુવકોએ શોર્ટકટથી રૂપિયા કમાવવા માટે પહેલા ઓનલાઇન ટિકિટ બુક કરી લીધી અને બાદમાં તેનું બ્લેકમાર્કેટિંગ શરૂ કરી દીધુ છે. એક ટિકિટ પાછળ 7,500 રૂપિયાનો ફાયદો લઇ રહ્યા છે. પોલીસે બે યુવકોની ધરપકડ કરી છે અને ચાર ટિકિટો જપ્ત કરી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ઝોન 2 ડીસીપીની લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમને બાતમી મળી હતી કે, રાણીપ ખાતે બે યુવકો કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટો બ્લેક કરી રહ્યા છે. એલસીબીની ટીમ તાત્કાલીક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને વત્સલ કોઠારી અને બિસપ ખલાસની અટકાયત કરી લીધી હતી. વત્સલ બોડકદેવ વિસ્તારમાં આવેલા અક્ષરધામ એપાર્ટમેન્ટમાં રહે છે, જ્યારે બિસપ ખલાસ રાણીપ વિસ્તારમાં આવેલી વારહપ્રભુ સોસાયટીમાં રહે છે. બન્ને પાસેથી લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમને ચાર ટિકિટો મળી આવી હતી. કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટને 12500 રૂપિયાના ભાવ સાથે આ બન્ને યુવકોએ ઓનલાઇન ખરીદી લીધી હતી.એક ટિકિટ પાછળ 7,500 રૂપિયાનો ફાયદો લઇ રહ્યા છે. પોલીસે બે યુવકોની ધરપકડ કરી છે અને ચાર ટિકિટો જપ્ત કરી છે.
ટિકિટ ખરીદી લીધા બાદ વત્સલ અને બિસપ 20 હજાર રૂપિયા વેચવા માટે નીકળ્યા હતા. ટિકિટની કાળાબજારી કરતાજ એલસીબીની ટીમે તેમની ધરપકડ કરી લીધી છે. કોલ્ડપ્લે કોન્સર્ટનો જોવા માટે લોકો વધુને વધુ પૈસા આપવા તૈયાર છે, ત્યારે આવા કાળા બજારીયાઓ બેફામ બની ગયા છે. નરેન્દ્ર મોદી સ્ટેડીયમ ખાતે કોલ્ડપ્લે કોન્સર્ટની તૈયારીને ઓખરી ઓપ આપવામાં આવી રહ્યો છે, ત્યારે પોલીસ પણ સ્ટેન્ડબાય થઇ ગઇ છે.