અમદાવાદ : કોલ્ડપ્લે કોન્સર્ટને લઈને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આગામી 25 અને 26 જાન્યુઆરીના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમા કોલ્ડપ્લે કોન્સર્ટ યોજાવાનો છે. આ કોન્સર્ટમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે ચકલુ પણ ફરકે નહી તેવી ચુસ્ત તૈયારી કરી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ ખાતે યોજાનારા કોલ્ડપ્લે કોન્સર્ટમાં જનાર લોકો માટે ગાઈડ લાઈન જાહેર કરવામાં આવી છે. કોલ્ડપ્લે કોન્સર્ટમાં જવા માટે સૌ પ્રથમ તો તમારી પાસે સરકારી આઈડી પ્રફ હોવું જરૂરી છે. તેમજ કોન્સર્ટની સુરક્ષાને ધ્યાને રાખીને અનેક સ્તરે સુરક્ષા તપાસ કરવામાં આવશે.તેમજ કોલ્ડપ્લે કોન્સર્ટ સફળતા પૂર્વક યોજાય તે માટે કેટલીક વસ્તુઓને લઈ જવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. ત્યારે જો તમે કોન્સર્ટમાં જઈ રહ્યા છો તો તમારે લેપટોપ, ટેબલેટ, પાવર બેન્ક, પેન લેઝર, ઈ-સિગારેટ, ટેન્ટ, કંબલ, સ્લિપિંગ બેગ, ડ્રગ્સ, ખાવા-પીવાનો સામાન, સનસ્ક્રીન, હથિયાર, બ્લેડ રમકડા જેવી વસ્તુઓ અંદર લઈ જઈ શકશો નહી.
અમદાવાદમાં યોજાનાર આ મેગા ઈવેન્ટ પહેલા અમદાવાદ પોલીસ પણ તૈયારી કરી રહી છે. સુરક્ષામાં કોઈ ખામી ન રહે તે માટે અમદાવાદ પોલીસની સાથે એનએસજી કમાન્ડો પણ જોડાશે. કુલ 3825 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ બંદોબસ્તમાં જોડાશે. કોલ્ડપ્લે કોન્સર્ટમાં એક લાખ લોકો આવે તેવી સંભાવના છે. તેને જોતા સ્ટેડિયમ પર કામચલાઉ હોસ્પિટલ અને એમ્બ્યુલન્સ પણ તૈનાત રાખવામાં આવશે.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોલ્ડપ્લે કોન્સર્ટ માટે લોકોની ભારે ભીડ જોવા મળશે. અમદાવાદ પોલીસે આપેલી માહિતી પ્રમાણે પાંચ વર્ષથી નાના બાળકોને પ્રવેશ આપવામાં આવશે નહીં. આ સિવાય સ્ટેડિયમ તરફ જતા કેટલાક રસ્તાઓ પણ બંધ રાખવામાં આવશે. લોકો આ દરમિયાન વૈકલ્પિક રૂટનો ઉપયોગ અવર-જવર માટે કરી શકશે.
અમદાવાદ પોલીસે જણાવ્યું કે બપોરે 2 કલાકથી સ્ટેડિયમમાં પ્રવેશ આપવામાં આવશે. આ કોન્સર્ટ રાત્રે 10 કલાક સુધી ચાલશે. લોકોને એરપ્લગ આપવામાં આવશે. મહિલા પોલીસ પણ સુરક્ષામાં રહેશે. અમદાવાદ પોલીસે કહ્યું કે જનપથ ચાર રસ્તાથી સ્ટેડિયમ તરફ જતો માર્ગ બંધ રહેશે. અમદાવાદ પોલીસે કહ્યું કે તપોવન સર્કલથી ઓએનજીસી ચાર રસ્તાથી વિસત જનપથથી થઈ પાવર હાઉસ ચાર રસ્તા થઈ પ્રબોધ રાવળ સર્કલ સુધી અવરજવર માટે વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરી શકશે.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં લોકો બપોરે 2 કલાકથી પ્રવેશ મેળવી શકશે. કોન્સર્ટ સાંજે 5.10 કલાકે શરૂ થશે. લોકો પોતાની સાથે મોબાઈલ ફોન, પાવરબેંક અને બેગ લઈ જઈ શકે છે. કોન્સર્ટ જોવા આવતા દર્શકો માટે પીવાના પાણીની વ્યવસ્થા ફ્રીમાં કરવામાં આવી છે.
આ રીતે છે બંદોબસ્તની વ્યવસ્થા
DCP 14
ACP 25
PI 63
PSI 142
પોલીસકર્મી 3581
QRT ટીમ 3
NSG ટીમ 1
SDRF 1
BDDS 10
CCTV વાન 2
વેગેઝ સ્કેનર 2
ડીટેક્ટર 400