અમદાવાદ : અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 25 અને 26 જાન્યુઆરીએ કોલ્ડ પ્લે કોન્સર્ટ યોજાવાની છે. મેટ્રો ટ્રેનના સંચાલકોએ તમારા માટે જ ખાસ વિશેષ વ્યવસ્થા કરી છે જેમાં બે દિવસ રાત્રીના સમયમાં વધારો કરાયો છે.દોઢ કલાકના સમયમાં વધારો કરવામાં આવ્યો છે જેમાં 25 અને 26 જાન્યુઆરીએ રાત્રીના મોટેરા સ્ટેશનથી અંતિમ મેટ્રો 12.30 વાગ્યા સુધી મળશે જેમાં મોટેરાથી એપીએમસી અને થલતેજ રૂટ માટે જ સમય વધારવામાં આવ્યો છે.જેથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જવા-આવવા માટે તમને કોઈ મુશ્કેલી ન પડે.
તારીખ | રપ-૧-ર૦રપ | ર૬-૧-ર૦રપ |
અમદાવાદમાં મેટ્રો ટ્રેનના નિર્ધારિત સમય | સવારે ૬-ર૦ કલાકથી રાત્રિના ૧૦ વાગ્યા સુધી | સવારે ૬-ર૦ કલાકથી રાત્રિના ૧૦ વાગ્યા સુધી |
કોન્સર્ટ માટે માત્ર મોટેરાથી લંબાવેલો મેટ્રો ટ્રેનનો સમય/કલાકો | રાત્રિના ૧૦ વાગ્યાથી મધ્યરાત્રિના ૧ર-૩૦ કલાક સુધી | રાત્રિના ૧૦ વાગ્યાથી મધ્યરાત્રિના ૧ર-૩૦ કલાક સુધી |
મોટેરાથી છેલ્લી મેટ્રો ટ્રેનનો ઉપડવાનો સમય/કલાક | તા.ર૬-૧-ર૦રપ ની મધ્યરાત્રિના ૧ર-૩૦ કલાકે | તા.ર૭-૧-ર૦રપ ની મધ્યરાત્રિના ૧ર-૩૦ કલાકે |
લંબાવેલા સમય દરમ્યાન સ્ટેશનમાં પ્રવેશ | માત્ર મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશનથી | |
મેટ્રો ટ્રેનની ઉપલબ્ધ સેવાઓની ફ્રિક્વન્સી | દર ૮ (આઠ) મિનિટના સમયાંતરે |
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, મેટ્રો ટ્રેનના સંચાલકો મુજબ, તા. 25મી અને 26મી જાન્યુઆરી 2025 ના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આગામી “કોલ્ડપ્લે” મ્યુઝિક કોન્સર્ટના આયોજનને ધ્યાનમાં રાખીને GMRC એ અમદાવાદમાં બે દિવસ માટે મધ્યરાત્રિના 12:30 કલાક સુધી મેટ્રો ટ્રેન સેવાઓને લંબાવવાનો નિર્ણય કર્યો છે.તા.25 અને 26મી ના આ લંબાવેલો સમય દરમ્યાન, મેટ્રો ટ્રેન સેવાઓ માત્ર અમદાવાદમાં મોટેરા સ્ટેડિયમથી જ APMC તથા થલતેજ ગામથી વસ્ત્રાલ ગામના રૂટ ઉપર ઉપલબ્ધ રહેશે.
જાહેર જનતાને નોંધ લેવા નમ્ર વિનંતી છે કે, મોટેરા સ્ટેડિયમ અને ગાંધીનગર વચ્ચે મેટ્રો સેવાઓ લંબાવવામાં આવી નથી, એટલે કે મેટ્રો ટ્રેન સેવાઓ ગાંધીનગર-મોટેરા વચ્ચે રાબેતા મુજબ જ ઉપલબ્ધ રહેશે.