અમદાવાદ : નવા વર્ષના પહેલા જ મહિને ગૃહિણીઓને રાહત આપતા સમાચાર આવ્યા છે. અમૂલ ડેરી દ્વારા તેની કેટલીક પ્રોડક્ટના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. પાછલા કેટલાક સમયથી સતત થતા વધરા પછી આ પહેલીવાર છે જ્યારે ડેરીએ તેની પ્રોડક્ટના ભાવમાં ઘટાડો જાહેર કર્યો છે. અમૂલ દ્વારા દૂધની ત્રમ જુદી જુદી પ્રોડક્ટના ભાવમાં ફેરફાર જાહેર કરતા 1 રુપિયાનો ઘટાડાની જાહેરાત કરવામાં આવી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમૂલ ડેરી દ્વારા તેની કેટલીક પ્રોડક્ટના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. અમુલ દૂધના 1 લીટરના પાઉચના ભાવમાં એક રૂપિયાનો ઘટાડો થયો છે. અમુલ ગોલ્ડ, તાજા અને ટી સ્પેશિયલના એક લીટર પાઉચના ભાવમાં ઘટાડો કરાયો છે. ત્યારે અમૂલે કઈ પ્રોડક્ટમાં કેટલા રૂપિયા ઓછા કર્યા અને હેવથી કેટલા રૂપિયા ઓછા ચૂકવવા પડશે તે જાણી લો.
દૂધના જુના અને નવા ભાવ
અમુલ ગોલ્ડ 1 લીટર પાઉચનો જૂનો ભાવ 66 રૂપિયા, અમુલ ગોલ્ડ 1 લીટર પાઉચનો નવો ભાવ 65 રૂપિયા
અમુલ ટી સ્પેશિયલ 1 લીટર પાઉચનો જૂનો ભાવ 62 રૂપિયા, અમુલ ટી સ્પેશિયલ 1 લીટર પાઉચનો નવો ભાવ 61 રૂપિયા
અમુલ તાજા 1 લીટર પાઉચનો જૂનો ભાવ 54 રૂપિયા, અમુલ તાજા 1 લીટર પાઉચનો નવો ભાવ 53 રૂપિયા
અમુલ દ્વારા છેલ્લા કેટલાક સમયથી દૂધના ભાવમાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે. ત્યારે દૂધના ભાવ વધારા બાદ પ્રથમ વાર ઘટાડો જાહેર કરવામાં આવ્યો છે. નવા વર્ષની શરૂઆતમાં નાગરિકોને મોંઘવારી સામે રાહત આપતા સમાચાર છે. આમ અમૂલે પહેલીવાર ભાવ વધાર્યા પછી ઘટાડો જાહેર કર્યો છે. પરિપત્ર અનુસાર ડિસ્ટ્રીબ્યુર્સ તથા રિટેલર્સ માર્જીન યથાવત રહેશે.