અમદાવાદ : નારણપુરા, સોલા અને નવા વાડજમાં અનેક હાઉસીંગ વસાહતોમાં સરકારની રિડેવલપમેન્ટ પોલીસી હેઠળ રિડેવલપમેન્ટ ચાલી રહ્યું છે.હાઉસિંગ કોલોનીઓમાં રિડેવલપમેન્ટની પ્રક્રિયામાં સૌથી અગત્યનો પ્રશ્ન મોટુ બાંધકામ અને ગીફટ મની છે.ગીફટ મનીને કયાંક ફર્નીચરના તરીકે, તો કયાંય રોકડ તો કયાંક સોનાની લગડી તરીકે ગીફટ મનીની ડિમાન્ડ થઈ રહી છે.
એક ચર્ચા મુજબ, હાઉસિંગ રિડેવલમેન્ટમાં બિલ્ડર દ્વારા ગીફટ મનીનો મુદ્દો હાલ ચર્ચામાં છે, કારણ કે તાજેતરમાં હાઉસીંગની કેટલીક સોસાયટીઓમાં ગીફટ મની કે ગીફટ આપવામાં આવી હોવાની હાઉસીંગના આગેવાનો અને રહીશોમાં ચર્ચા થઈ રહી છે. જેમાં તાજેતરમાં નારણપુરામાં કેટલીક સોસાયટીઓમાં ગીફટ મની તરીકે ૫ લાખ આપવામાં આવી હોવાની ચર્ચાએ વેગ પકડયો છે. આ અગાઉ નારણપુરામાં જ શાસ્ત્રીનગરમાં એમ બ્લોકમાં ડેવલપર દ્વારા ગીફટ મની તરીકે ૧૦ ગ્રામ સોનાની લગડી આપવામાં આવી હોવાની ચર્ચા હતી.થોડાક સમય અગાઉ પણ વસ્ત્રાપુરના આનંદવિહાર એપાર્ટમેન્ટ, નારણપુરાના એકતા ફેસ્ટિવલ, નવા વાડજના કીરણપાર્કમાં ગીફટ મની આપ્યા હોવાની ચર્ચા થઈ હતી.
હવે તમને જણાવી દઈએ હાઉસીંગની રિડેવલમેન્ટ પોલીસીમાં કયાંય ગીફટ મનીનો ઉલ્લેખ નથી, સાથે સાથે એવો પણ કોઈ ઉલ્લેખ નથી કરાયો કે જેમાં કહેવામાં આવ્યું છે કે ગીફટ મની ન આપવી, જાે હોય તો સ્પષ્ટ ઉલ્લેખ કર્યાે હોય કે ગીફટ મની પર પ્રતિબંધ છે.આમ પોલીસી વખતે ગીફટ મની મુદ્દે ડેવલપર અને હાઉસિંગના રહીશો પર છોડી દેવામાં આવ્યું હોવાનું જાણકારો માની રહ્યાં છે.જયાં રહીશો અને ડેવલપર વચ્ચે સહમતી સધાય તો આપી શકાય અને ન સધાય તો ઈન્કાર પણ કરી શકાય એમ છે.
હવે જો ખાનગી સોસાયટીઓના રિડેવલપમેન્ટની વાત કરવામાં આવે તો મોટાભાગની ખાનગી સોસાયટીઓમાં મોટુ બાંધકામ સહિત ગીફટ મની કે ફર્નીચર લેખે ૩થી ૫ લાખ આપ્યા હોવાની વાતો સામે આવી છે,આ ઉપરાંત ખાનગી સોસાયટીઓમાં ગીફટ મની સાથે એસી, ફ્રીજ કે ફર્નીચર પણ કયાંક અપાયા હોવાની વાતો બહાર આવી છે.
આમ સરકારની રિડેવલપમેન્ટ પોલીસીની વાત માનીએ તો સરકાર કે હાઉસીંગ બોર્ડ ગીફટ મનીને લઈને કયાંય વચ્ચે આવતું નથી. આ મુદ્દો હાઉસીંગના રહીશો અને બિલ્ડર પર છોડી દીધો હોવાનું મનાઈ રહ્યું છે.અને અત્યાર સુધી રિડેવલપમેન્ટમાં ગયેલ હાઉસિંગની સોસાયટીઓમાં કેટલીક સોસાયટીઓમાં ગીફટ મની અપાયા છે, તો કયાંક નથી અપાયા.
આમ તાજેતરમાં નારણપુરામાં કેટલીક સોસાયટીમાં, નારણપુરામાં નીધી એપાર્ટમેન્ટમાં ગીફટ મની તરીકે ૫ લાખ અને શાસ્ત્રીનગરમાં એમ બ્લોકમાં બિલ્ડર દ્વારા ગીફટ મની તરીકે ૧૦ ગ્રામ સોનાની લગડી આપવામાં આવતા હાઉસીંગના રહીશો ઉત્સાહમાં આવી ગયા છે.અને આવનાર સમયમાં તેઓને રિડેવલપમેન્ટ દરમ્યાન ગીફટ મની મળશે એવી આશા સેવી રહ્યા છે.
હાઉસિંગના અગ્રણી વિનોદભાઈ ચૌહાણનું મંતવ્ય
ગીફટ મની એ ભીખ નથી, હક છે, ઘરના સંસ્મરણો અને ફર્નીચરના નુકશાન તરીકે ગણવું જાેઈએ
અમદાવાદ :”નાગરિક સેવા સંગઠન”ના અગ્રણી વિનોદભાઈ ચૌહાણના મંતવ્ય મુજબ,જે એસોસિએશનના હોદ્દેદારોએ સોસાયટીઓના રહીશોના હીતની ચિંતા કરી છે એવી દરેક મોટાભાગની સોસાયટીઓમા રીડેવલપમેન્ટમાં ગીફ્ટ મનીની ચુકવણી ડેવલપરે કરેલી જ છે. ગીફ્ટ મની શબ્દ વિશે તેઓએ વધુમાં જણાવ્યુ કે,ગીફ્ટ મની એટલે આપણે બિલ્ડર પાસે ભીખ માંગતા હોય એવુ લાગે છે, પરંતુ જે ઘરમા બાળપણ વીતીને જવાન થયુ હોય, માબાપના ઘડપણની યાદો છુપાયેલી હોય એવા સંસ્મરણોને રુપીયાઓથી કયારેય તોલી ના શકાય માટે બિલ્ડર પાસેથી ગીફ્ટ મની ના રુપે નહી, પરંતુ ઘરના ફર્નિચરની તથા અન્ય નુકશાનીના વળતર પેટે અવશ્ય નુકશાની લેવી જ જાેઈએ.તેઓએ દરેક એસોસિએશનને વિનંતી કરી છે કે,તમારી સોસાયટીઓની કરોડોની જમીન બિલ્ડર મામુલી રકમ પ્રીમિયમ પેટે ભરીને લે છે માટે બધાએ સામુહીક વળતરની માંગણી કરવી જ જાેઈએ.બિલ્ડર એ વેપારી છે એ કયારેય લાભનો મોકો જતો નહી કરે એ વાત ચોક્કસ છે….