અમદાવાદ : એક વાર ફરી અમદાવાદમાં આગ લાગવાની ઘટના બની છે. અમદાવાદમાં નિર્માણાધીન સાબરમતી બુલેટ ટ્રેન સ્ટેશન પર આગ લાગી હોવાનું સામે આવ્યુ છે.આજે સવારે આગ લાગી હતી. જો કે મળતી માહિતી અનુસાર આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.આગ પર કાબૂ મેળવવા માટે 14 ફાયર ટેન્ડરોને સ્થળ પર મોકલવામાં આવ્યા હતા. થોડીવાર બાદ આગ કાબુમાં આવી હતી. પ્રાથમિક તબક્કે આગનું કારણ જાણી શકાયું નથી.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદમાં નિર્માણાધીન સાબરમતી બુલેટ ટ્રેન સ્ટેશન પર આગ લાગ્યા બાદમાં પ્રોજેક્ટ માટે જવાબદાર એજન્સી નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL)એ એક નિવેદન જાહેર કરીને બાંધકામ સાઇટના એક ભાગની છતના શટરિંગમાં આગ વિશે માહિતી આપી હતી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, કામચલાઉ ‘શટરિંગ’ કામ દરમિયાન વેલ્ડીંગ દરમિયાન નીકળતી સ્પાર્કને આગ લાગવાનું સંભવિત કારણ માનવામાં આવે છે.
આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોવાની માહિતી મળી નથી. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ પ્રાથમિક દૃષ્ટિએ એવું લાગે છે કે કામચલાઉ શટરિંગના કામ દરમિયાન વેલ્ડિંગના સ્પાર્કને કારણે આગ લાગી હશે.આગની માહિતી મળતા જ 14 ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સ્થળ પર હાજર લોકોના જણાવ્યા અનુસાર ફાયર બ્રિગેડને આગ પર કાબુ મેળવવામાં બે કલાકથી વધુ સમય લાગ્યો હતો.