(પ્રતિનિધી દ્વારા) અમદાવાદ : અમદાવાદ શહેરમાં ખાનગીમાં અનેક સોસાયટીઓ રિડેવલપમેન્ટની દિશામાં આગળ વધી રહી છે ત્યારે હાઉસીંગ બોર્ડની હાઉસીંગ કોલોનીઓમાં છેલ્લાં એકાદ-બે વર્ષાેથી થોડીક જાગૃતિ આવી હોય તેવું જણાઈ રહ્યું છે.
પ્રાપ્ત વિગતો મુજબ, ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૨૦૧૬માં રિડેવલપમેન્ટ પોલીસી લાવી છતાં ૨૦૧૬ થી ૨૦૨૨ સુધી માત્ર આંગળીના વેઢે ગણાય શકાય તેટલી હાઉસીંગ કોલોનીઓ રિડેવલપમેન્ટ પોલીસી જાેડાઈ હતી.પરંતુ છેલ્લાં ૨૦૨૨થી ૨૦૨૫ હાલમાં સુધી અનેક સોસાયટીઓ રિડેવલપમેન્ટ પોલીસી લાભ લઈ જાેડાવવા તત્પર છે.એક બાજુ વર્તમાન હાઉસીંગ કોલોનીઓ રોડ, લાઈટ, પાણી, પાર્કિંગ સહિત અનેક પ્રશ્નોને લઈને હાઉસીંગ રહીશો રિડેવલપમેન્ટ પોલીસીમાં જાેડાવવા તૈયાર હોય તેવું જણાય રહ્યું છે.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વસ્ત્રાપુરના આનંદ વિહાર એપાર્ટમેન્ટ, નારણપુરાના એકતા એપાર્ટમેન્ટ બાદ રિડેવલપમેન્ટ પોલીસી લાભ લેનાર નારણપુરાના રામેશ્વર એપાર્ટમેન્ટ,સુર્યા એપાર્ટમેન્ટ વી-૧, સુર્યા એપાર્ટમેન્ટ વી-૩, ૨૪-નિધિ એપાર્ટમેન્ટ, કિરણપાર્ક એપાર્ટમેન્ટ, પત્રકાર કોલોની, અમર-સુરમ્ય એપાર્ટમેન્ટ, નિધી એપાર્ટમેન્ટ (૧૦૦), શાસ્ત્રીનગર એસોસિયેશન-૬ યોજનાઓ ડીમોલિશ થઈ ગઈ છે.
જયારે નારણપુરામાં અભિષેક એપાર્ટમેન્ટ, શાંતિ એપાર્ટમેન્ટ, પુષ્પક એપાર્ટમેન્ટ, પરિશ્રમ એપાર્ટમેન્ટમાં રિડેવલપમેન્ટની પ્રક્રિયા અંતમાં હોવાની ચર્ચા છે.જયારે નવા વાડજમાં રાધાકૃષ્ણ, નારણપુરામાં અંબિકા એપાર્ટમેન્ટ, ગણેશ, શિવાલય, શ્રીનગર એપાર્ટમેન્ટના ટેન્ડર થઈ ગયા બાદ રહીશો સાથે વાટાઘાટો ચાલુ હોવાની ચર્ચા છે.આ ઉપરાંત અનેક સોસાયટીઓમાં રિડેવલપમેન્ટમાં જાેડાવવા રહીશો માગણી કરી રહ્યા છે.
આ ઉપરાંત તાજેતરમાં નવા વાડજના નંદનવન એપાર્ટમેન્ટ સહિત નારણપુરાની પાંચ સોસાયટીઓના ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી, ટુંક સમયમાં ડેવલપરની નિમણુંક કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે તેવું હાઉસિંગ બોર્ડના સુત્રો જણાવી રહ્યાં છે.
સાથે સાથે અનેક સોસાયટીઓ વર્તમાન રિડેવલપમેન્ટ પોલીસીમાં જાેડાવવા તૈયાર નથી, અનેક લોકો વર્તમાન પોલીસીમાં ૪૦ ટકા વધારે બાંધકામ કરતા હજુ પણ વધુ બાંધકામ મળે તેવી માગણી કરી રહ્યા છે, કયાંક આ સિવાય પણ અન્ય પણ માંગણીઓ થઈ રહી છે જેને લઈને અનેક હાઉસીંગ કોલોનીઓના આગેવાનો અને રહીશો વર્તમાન રિડેવલપમેન્ટ પોલીસીમાં ફેરફાર કરવાની પણ માંગણી કરી રહ્યા છે અથવા તો ભવિષ્યમાં પોલીસીમાં ફેરફાર થશે એવું પણ ઈચ્છી રહ્યા છે.
ત્યારે સૌથી મોટો યક્ષ પ્રશ્ન એ થાય છે કે ઉપરોક્ત ૨૭ થી વધુ સોસાયટીઓ રિડેવલપમેન્ટ તરફ જઈ રહી છે ત્યારે ભવિષ્યમાં ગુજરાત સરકાર કે ગુજરાત હાઉસીંગ બોર્ડ વર્તમાન પોલીસીમાં ફેરફાર લાવે તેવી શક્યતાઓ કેટલી..? આગામી સમયમાં જાે કોઈ ફેરફાર લાવે તો જે હાલમાં રિડેવલપમેન્ટમાં જઈ રહ્યાં છે એમને અન્યાય થશે ? આ સમગ્ર બાબતોનો વિચાર કરીને હવેહાઉસીંગના અનેક રહીશો મુંઝવણમાં છે તો અનેક રહીશો રિડેવલપમેન્ટ તરફ જવાનો અને નવા ઘરનો આશાવાદ સેવી રહ્યા છે.