અમદાવાદ : આવતીકાલે 15 ફેબ્રુઆરીએ લોકોમાં સ્વાસ્થય અને તંદુરસ્તી અંગેની જાગૃતિ લાવવા “વોકેથોન” નું સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આયોજન કરેલ હોય હોય દર્શાવ્યા મુજબનો માર્ગ વાહનોની અવરજવર માટે બંધ ડાયવર્ઝન કરવામાં આવે છે. શહેર ટ્રાફિક પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, સાબરમતી રિવરફ્રન્ટ પર પશ્ચિમ તરફ વોકેથોનનું આયોજન કર્યું હોવાના પગલે શહેર ટ્રાફિક પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. સ્વાસ્થ્ય અને ફિટનેસને પ્રોત્સાહિત કરવાના હેતુથી યોજાનારી આ ઇવેન્ટમાં મોટી સંખ્યામાં સ્કૂલનાં બાળકો ભાગ લેશે.જે અંતર્ગત ઉસ્માનપુરા રીવરફ્રન્ટ ગાર્ડન ત્રણ રસ્તા થઈ ગુજરાત સાહિત્ય પરીષદ રીવરફ્રન્ટ ટી થઈ હરીહરાનંદ સર્કલ થઈ રીવરફ્રન્ટ પશ્ચિમ પોલીસ સ્ટેશન થઈ આંબેડકર બ્રિજ નીચે રીવરફ્રન્ટ પશ્ચિમ સુધીનો માર્ગ વાહનોની અવર જવર માટે બંધ રહેશે.
વાહનો માટે પ્રતિબંધિત માર્ગ
ઉસ્માનપુરા રિવરફ્રન્ટ ગાર્ડન ત્રણ રસ્તા થઈ ગુજરાત સાહિત્ય પરિષદ રિવરફ્રન્ટ થી થઈ હરિહરાનંદ સર્કલ થઈ રિવરફ્રન્ટ પશ્ચિમ પોલીસ સ્ટેશન થઈ આંબેડકર બ્રિજ નીચે રિવરફ્રન્ટ પશ્ચિમ સુધીનો માર્ગ વાહનોની અવર જવર માટે બંધ રહેશે.
ઉસ્માનપુરા રિવરફ્રન્ટ ગાર્ડનથી અંજલિ ચાર રસ્તા સુધીનો માર્ગ
ઉસ્માનપુરા રિવરફ્રન્ટ ગાર્ડન ત્રણ રસ્તા થઈ ગુજરાત વિદ્યાપીઠ ગલી ઇન્કમટેક્સ બ્રિજ નીચેથી ડાબી બાજુ વળી ઇન્કમટેક્સ ચાર રસ્તા થઈ બૂટાસિંગ મહાદેવ મંદિર ચાર રસ્તાથી ડાબી બાજુ વળી આશ્રમ રોડ થઈ પાલડી ચાર રસ્તા થઈ અંજલિ ચાર રસ્તા તરફ અવર જવર કરી શકાશે.
પોલીસ કમિશનરના જાહેરનામા પોલીસના વાહનો ફાયર બ્રિગેડ એમ્બ્યુલન્સ સહિતના વાહનો પર કોઈ પ્રતિબંધ રહેશે નહીં