અમદાવાદ : અમદાવાદમાં નારણપુરા ખાતે આવેલ શ્રીનગર ખાતે ગુરુવાર રાતે ગુજરાત હાઉસિંગ વસાહત મંડળ દ્વારા પ્રમુખ-સેક્રેટરીઓની મિટિંગ યોજાઈ. અમદાવાદમાં જર્જરિત હાલતમાં મુકાયેલાં મકાનોના માલિકોને નવાં મકાનો મળે એવા હેતુસર ગુજરાત સરકાર દ્વારા 2016માં રિડેવલપમેન્ટ સ્કીમ અને હાઉસિંગ બોર્ડના દસ્તાવેજ સહિતના વિવિધ પ્રશ્નો તથા રીડેવલપમેન્ટને લગતા તમામ સવાલોની ચર્ચા કરવામાં આવી હતી.
ગુજરાત હાઉસિંગ વસાહત મંડળ દ્વારા બોલાવાયેલ આ મિટિંગમાં રીડેવલોપમેન્ટની પ્રક્રિયા તેમ જ તેમાં પડતી મુશ્કેલીઓની અને દસ્તાવેજને લઈને સરકાર નવું પેકેજ જાહેર કરે તેવી માંગણી કરાઈ હતી, રીડેવલોપમેન્ટ સ્કીમમાં મૂળ બાંધકામ કરતા 40 ટકા વધુ મહત્તમ બાંધકામની જોગવાઈ છે તેમાં ફેરફાર કરીને 40 ટકા વધુ લઘુત્તમ બાંધકામની જોગવાઈ કરવામાં આવે અને 75 ટકા નોટરાઇઝડ શરતી અરજી બદલે સરળ સંમતિ ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા કરાય તેવી માંગણી કરવામાં આવી હતી.
ગુજરાત હાઉસિંગ વસાહત મંડળ દ્વારા બોલાવાયેલ આ મિટિંગમાં એકતા ફેસ્ટિવલ, આકાશગંગા એપાર્ટમેન્ટ, ગીતાંજલિ એપાર્ટમેન્ટ, શ્રીનગર, ઉત્સવ એપાર્ટમેન્ટ, આસોપાલવ એપાર્ટમેન્ટ, ગણેશ એપાર્ટમેન્ટ, શિવાલય એપાર્ટમેન્ટ, યોગેશ્વર એપાર્ટમેન્ટ, સત્યમ એપાર્ટમેન્ટ, સુર્યા, સરગમ એપાર્ટમેન્ટ તથા બીજી અનેક સોસાયટીના પ્રમુખ, સેક્રેટરી તથા રહીશોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા ઉપસ્થિત સૌ સોસાયટીઓના પ્રમુખ-સેક્રેટરીઓ ઉપસ્થિત રહ્યા તે બદલ આભાર માન્યો હતો.