અમદાવાદ : અમદાવાદ શહેરમાં હાઉસીંગ બોર્ડની હાઉસીંગ કોલોનીઓમાં છેલ્લાં એકાદ-બે વર્ષાેથી થોડીક જાગૃતિ આવી હોય તેવું જણાઈ રહ્યું છે. અનેક સોસાયટીઓ રિડેવલપમેન્ટમાં જાેડાઈ રહી છે ત્યારે કેટલીક સોસાયટીઓમાં વર્ષાે જુના ટેન્ડરો હોવા છતાં નોટરાઈઝ સંમતિ અથવા એમઓયુ ન થતાં પ્રક્રિયા અટકેલ છે.જેથી આવી સોસાયટીઓ વિરુદ્ધ ટેન્ડર કેન્સલ કરવાની કાર્યવાહી થાય તેવી શક્યતાઓ જાેવાઈ રહી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, નવા વાડજ વિસ્તારમાં આવેલ હાઉસિંગ બોર્ડના વિશ્રામ પાર્કમાં 2019નું ટેન્ડર રદ થાય તેવી શકયતાઓ જાેવાઈ રહી છે. ટેન્ડર બાદ એલઓએ આપ્યા બાદ સોસાયટીના હોદ્દેદારો વચ્ચે અનેક મિટીંગ થઈ હોવા છતાં નોટરાઈઝ સંમતિ થઈ શકી નથી, હાઉસિંગના સુત્રો મુજબ, ડેવલપર દ્વારા સોસાયટીને અત્યાર સુધી 15 થી વધુ માંગણી મુજબના અલગ અલગ પ્લાન રજુ કર્યા અને અનેક વાર મિટીંગ થઈ હોવા છતાં આગળની પ્રક્રિયા શરૂ ન થતાં ટેન્ડર રદ થાય તેવી શકયતાઓ વર્તાઈ રહી છે, પોલીસી મુજબ, ચોક્કસ નિર્ધારીત સમયમાં ટેન્ડર બાદ એમઓયુ અને ત્રિપક્ષીય કરાર પુરા કરવાના હોય છે, તેમ છતાં રિડેવલપેન્ટની પ્રક્રિયા અટકેલ છે.આ ઉપરાંત નારણપુરામાં 84 નિધી એપાર્ટમેન્ટમાં પણ આજ પરિસ્થિતિ હોવાનું મનાય છે.2019નું ટેન્ડર હોવા છતાં અત્યાર સુધી આગળની પ્રક્રિયા શરૂ થઈ શકી નથી.
તમને જણાવી દઈએ કે આ અગાઉ કોઈ મુમેન્ટ ન હોવાને કારણે નવા વાડજમાં આવેલ ઉત્સવ એપાર્ટમેન્ટનું ટેન્ડર રદ કરવામાં આવ્યું હતું, હવે ઉત્સવ એપાર્ટમેન્ટને રિડેવલપમેન્ટમાં જાેડાવવું હશે તો દરેક પ્રક્રિયા ફરીથી કરીને રિટેન્ડર કરાવવું પડશે.
હાલ ગુજરાત હાઉસિંગ બોર્ડની 42 સોસાયટીઓમાં રિડેવલપમેન્ટની પ્રક્રિયા ચાલી રહી છે. જ્યારે 17 સોસાયટીઓમાં રિડેવલપમેન્ટની પ્રક્રિયા પૂર્ણ થવાના આરે છે અને ડિમોલીશનની કામગીરી શરૂ થશે.13 સોસાયટીઓમાં રિડેવલપમેન્ટની નિયત પ્રક્રિયા પૂર્ણ થતાં જ ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરાશે. જ્યારે 11 સોસાયટીઓમાં ટેન્ડર બાદની પ્રક્રિયાઓ ચાલું છે.ત્યારે આવા વર્ષાે જુના ટેન્ડરો પણ રદ થવાની શકયતાઓ જાેવાઈ રહી છે.