અમદાવાદ : અમદાવાદ શહેરમાં હાઉસિંગ બોર્ડની હાઉસીંગ કોલોનીઓમાં છેલ્લાં એકાદ-બે વર્ષાેથી થોડીક જાગૃતિ આવી હોય તેવું જણાઈ રહ્યું છે. અનેક સોસાયટીઓ રિડેવલપમેન્ટમાં જાેડાઈ રહી છે, અનેક સોસાયટીઓમાં નોટરાઈઝડ સંમતિ અને ત્રિપક્ષીય કરાર થઈ રહ્યા છે તો અનેક સોસાયટીઓ રિડેવલપમેન્ટના ટેન્ડર્સ ઘણા આવી રહ્યા છે, તો અનેક સોસાયટીઓ રિડેવલપેન્ટમાં જાેડાવવા રસ ધરાવી રહી છે, ખૂબ સારી વાત છે એ રિડેવલપેન્ટની દિશામાં પ્રગતિ થઈ રહી છે.પરંતુ બીજી બાજુ કેટલાંક આગેવાનોના મત મુજબ સમગ્ર પ્રક્રિયા જટિલ છે, હજુય સરળ કરવાની જરૂર છે તો જ રિડેવલપમેન્ટ હજુ પણ વધારે ઝડપી થશે.
એક ચર્ચા મુજબ, સરકારની રિડેવલપમેન્ટની પોલીસીને લઈને હાઉસિંગ બોર્ડની ભૂમિકા એકદંરે સારી છે, રિડેવલપમેન્ટમાં જાેડાયેલ સોસાયટીઓના જાણકારના મત મુજબ, ફક્ત ટેન્ડર પાડવાથી હાઉસિંગ બોર્ડની કામગીરી પુરી થઈ જતી નથી, ટેન્ડર બાદ પણ સોસાયટીઓના રહીશો અને ડેવલપર વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં વાટાઘાટો થાય, રહીશોનું હિત સચવાય, રહીશોને અન્યાય ન થાય, રહીશોને વધુમાં વધુ સારુ મળે એનો ખ્યાલ રાખવો એ પણ હાઉસિંગ બોર્ડનું કાર્ય જ ગણી શકાય…
એક આગેવાનની ફરિયાદ મુજબ, ટેન્ડર પહેલાની રિડેવલપમેન્ટની પ્રક્રિયા પહેલા કરતા સરળ બનાવી છે, પરંતુ હજુ પણ વધુ સરળ બનાવવી જરૂર છે, ટેન્ડર બાદ પણ સોસાયટીઓના રહીશોને હાઉસિંગ બોર્ડના જવાબદાર કર્મચારીઓ અને અધિકારીઓનો સહકાર મળતો નથી, એવી લોકો ફરિયાદ કરી રહ્યા છે. ટેન્ડર બાદ ડેવલપર અને રહીશો વચ્ચે મિટીંગનું આયોજન થાય ત્યારે હાઉસિંગ બોર્ડના કર્મચારીઓ કે અધિકારીઓની પ્રેરક ઉપસ્થિતિ સમગ્ર રિડેવલપમેન્ટની પ્રક્રિયાની વાટાઘાટો પર સારો પ્રભાવ દર્શાવી શકે છે, નાની મોટી સમસ્યાઓનું સ્થળ પર નિરાકરણ આવી શકે છે, ફક્ત પ્રેરક ઉપસ્થિતિને કારણે ડેવલપર અને રહીશો વચ્ચે સારી રીતે સંવાદ થઈ શકે છે, જેનું પરિણામ સોસાયટીના રહીશોમાં વિશ્વાસનું વાતાવરણ બની શકે એમ છે.
એક આગેવાનના જણાવ્યા મુજબ, ડેવલપરની નિમણુંક બાદ જાે ડેવલપર જે તે સ્થાનિક સોસાયટીમાં પોતાની ઓફિસ ખોલી દે અને રહીશોના તમામ પ્રશ્નો કે મુઝવણોનું સમાધાન થવાની શકયતાઓ વધી જશે અને આ ઓફિસમાં હાઉસિંગ બોર્ડના કર્મચારીઓ અને અધિકારીઓ નિયમિત મુલાકાત કરે તો સોસાયટીમાં ચાલતી સમગ્ર રિડેવલપમેન્ટની પ્રક્રિયાને વેગ મળશે.
એટલે જ હાઉસિંગ બોર્ડે ફક્ત ટેન્ડર પાડવાથી કાંઈ નહીં થાય ! સાથે સાથે સોસાયટીઓમાં સકારાત્મક વાતાવરણ બને એ માટે હાઉસિંગ બોર્ડે હજુ પણ વધુ મજબૂત ભૂમિકા ભજવવાની જરૂર છે.