અમદાવાદ : અમદાવાદમાં બેફામ કાર ચાલકે રસ્તામાં લોકોને અડફેટે લીધા હતા. પોલીસકર્મી કાર ચાલકને પોલીસ સ્ટેશને જવાનું કહેતા થાર ચાલક ત્યાંથી કાર હંકારીને ભાગી ગયો હતો. દિલ્લી દરવાજા પાસે પોલીસકર્મીઓએ રોકવાનો પ્રયાસ કર્યો તો તેના પર થાર ચડાવી ભાગવાનો પ્રયાસ કર્યો હતો.કાર ચાલક ક્રિશ સરાઈની સામે એલ ટ્રાફિક પોલીસે સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. જો કે ગણતરીના કલાકોમાં બેફામ રીતે કાર ચલાવનાર આરોપીની અટકાયત કરાઈ છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરના દિલ્હી દરવાજા અને લાલ દરવાજા વિસ્તારમાં થારના ચાલકે બેફામ સ્પીડે કાર ચલાવી અનેક વાહનોને અડફેટે લીધાં. પોલીસકર્મીઓએ રોકવાનો પ્રયાસ કર્યો તો તેના પર થાર ચડાવી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. કારની સ્પીડથી ગભરાઈને આસપાસના લોકોમાં પણ થોડા સમયમ માટે નાસભાગ મચી હતી.કાર ચાલક ક્રિશ સરાઈની સામે એલ ડિવિઝન ટ્રાફિક પોલીસે સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. BNS તેમજ M.V.એક્ટની અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે.ગણતરીના કલાકોમાં બેફામ રીતે કાર ચલાવનાર આરોપીની અટકાયત કરાઈ છે.
થાર ગાડીએ કરેલા અકસ્માતમાં કારના નંબરના આધારે તપાસ કરતા આ કાર બનાસકાંઠાના ડીસાના કિશોરકુમાર પ્રજાપતિની હોવાનું સામે આવ્યું હતું. પોલીસે કારના માલિકનો સંપર્ક કર્યો ત્યારે જાણવા મળ્યું કે, કાર માલિકે મેમનગરમાં રહેતા શુભમ ગુપ્તાને આ કાર રેન્ટ કરાર કરીને આપી હતી. પોલીસ જ્યારે શુભમ ગુપ્તાના ઘરે પહોંચી ત્યારે શુભમે જણાવ્યું હતું કે, તેના કાર તેના મિત્ર ક્રીસ સરાઈને આપી હતી. ક્રિસ સરાઈ તપોવન સર્કલ પાસેનો રહેવાસી છે. પોલીસે આરોપી ક્રિશ સરાઈની ધરપકડ કરી છે.
કેટલાક નબીરાઓ ચાર પૈડાની ગાડીનું સ્ટીયરિંગ હાથમાં આવી જતા બેફામ બની જાય છે. અને પૂરપાટ ઝડપે ડ્રાવિંગ કરવા લાગે છે. ક્ષણવારનો વિચાર પણ નથી કરતા કે અમારી મજા, કોઈ અન્ય માટે સજા ન બની જાય. અમદાવાદ સહિત રાજ્યભરમાં બેફામ ડ્રાવિંગ કરનારા વાહન ચાલકોની કમી નથી. તેવામાં એક્સીલેટર દબાવીને શખ્સો ગાડીની સ્પીડ તો વધારી દે છે. પણ બાદમાં કાર બેકાબૂ થઈ જાય છે અને અકસ્માત જેવી દુર્ઘટના ઘટે છે. જેમાં અનેક નિર્દોષ લોકો ભોગ બને છે. તો કેટલાક પોતાનો જીવ પણ ગુમાવે છે.


