30.7 C
Gujarat
Saturday, June 21, 2025

અમદાવાદના આ વિસ્તારમાં બનશે 10 કિમીનો ઓવરબ્રિજ, જાણો ક્યારથી કામ શરૂ થશે

Share

અમદાવાદ : અમદાવાદ શહેરમાં સતત વધી રહેલી ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે અનેક સ્થળોએ ઓવરબ્રિજ બનાવવાની કામગીરી કરવામા આવી રહી છે. જે અંતર્ગત અમદાવાદના વિશાલા સર્કલથી સરખેજ ચોકડી સુધી ઓવરબ્રિજ બનાવાશે. જેમા એપીએમસી માર્કેટ વિશાલા સર્કલથી સરખેજ ચોકડી સુધી ઓવરબ્રિજ બનવાથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર વચ્ચેની કનેક્ટિવિટીમાં વધારો થશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, રાજ્યના માર્ગ અને મકાન વિભાગના રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું કે, 10.63ના બ્રિજ બનાવવાની કામગીરી આગામી વર્ષ 2027 સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવશે. વિશાલાથી સરખેજ સુધીના હાઇવે પર લોકલ ટ્રાફિકને કારણે રાષ્ટ્રીય ધોરીમાર્ગનો ઉપયોગ થતો હોવાથી બહારના ટ્રાફિકની સમસ્યા રહેતી હતી.જે આ બ્રિજ બનવાથી ઓછી થશે. વિશાલાથી સરખેજ સુધીના હાઇવે પર છ માર્ગીય એલિવેટેડ કોરિડર તથા બંને બાજુ પાંચ માર્ગીય એટગ્રેટ રસ્તા સહિત કુલ 16 માર્ગીય સવલત ગુજરાતમાં પ્રથમ વખત ઉપલબ્ધ થશે.

આ ઓવરબ્રિજ બનાવવાની કામગીરી માટે રૂપિયા 1295.39 કરોડની મંજૂરી આપવામાં આવી છે. આ માહિતી રાજ્ય‌ મંત્રી જગદીશ વિશ્વકર્માએ વિધાનસભામાં આપી હતી. આ ઓવર બ્રિજની કામગીરી વર્ષ 2027 સુધીમાં પૂર્ણ કરવામાં આવશે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles