અમદાવાદ : ગુજરાતમાં કેટલીક વાર પ્રતિબંધિત ઈ–સિગારેટનો જથ્થો ઝડપાતો હોય છે. ત્યારે ફરી એક રાજ્યમાંથી ઈ-સિગારેટનો જથ્થો ઝડપાયો છે. ગાંધી રોડ નજીક “અરિહંત ગિફ્ટ એન્ડ કી ચેઇન” શોપમાં સ્ટેટ મોનિટરિંગ સેલે (SMC) દરોડા પાડીને 489 ઈ-સિગારેટ વેપ જપ્ત કર્યા છે.જેની કિંમત 9 લાખ 11 હજાર રૂપિયા જેટલી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને બાતમી મળી હતી કે, ગાંધીરોડ પર આવેલા વલનદાની હવેલી ખાતે હરીઅંત ગીફ્ટ એન્ડ કીચન શોપમાં ઇ-સિગારેટનો જથ્થો પડ્યો છે. બાતમીના આધારે એસએમસીની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને માસ્ટરમાઇન્ટ મનોજ જુમરાજી (રહે, શીવશક્તિ નગર, ભાર્ગવરોડ, મેઘાણીનગર), ભરતજી દરબાર (રહે, મહેસાણા જિલ્લો, વીજાપુર) તેમજ રાકેશ લાખરા (રહે, શીવશક્તિ નગર, મેઘાણીનગર)ની ધરપકડ કરી હતી.
ઈ-સિગારેટના જથ્થા સાથે સ્ટેટ મોનિટરિંગ સેલે 3 આરોપીની ધરપકડ કરી છે. દુકાનમાં ઈ-સિગારેટનું વેચાણ થતું હોવાનું સામે આવ્યું છે. આરોપી મુંબઈથી ઈ સિગારેટનો જથ્થો મગાવ્યો હોવાનું સામે આવ્યું છે.ઈ સિગારેટ મોકલનારા અને મંગાવનારા સહિત 11 આરોપીઓ વોન્ટેડ જાહેર કરાયા છે. સ્ટેટ મોનિટરિંગ સેલે આ કેસની તપાસ કાલુપુર પોલીસને સોંપી છે.
મહત્તવનું છે કે ઈ–સિગારેટનો જથ્થો ઝડપાયો છે. ત્યારે ઈ–સિગારેટનો જથ્થો ગિફ્ટની દુકાનમાંથી ઝડપાયો છે. જો કે સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડીને 489 ઈ-સિગારેટ જપ્ત કરવામાં આવી છે. તેમજ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.