અમદાવાદ : અમદાવાદના નમો સ્ટેડીયમમાં બુધવારે યોજાયેલી ગુજરાત-રાજસ્થાનની મેચ દરમિયાન ઓનલાઈન એપ પર સટ્ટો રમી રહેલા બે શખ્સો ઝડપાયા હતા. જ્યારે અન્ય બે યુવકો નશો કરેલી હાલતમાં પણ મળી આવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, બુધવારે યોજાયેલી અમદાવાદના નમો સ્ટેડિયમમાં બેસીને જ ચાલુ મેચ દરમિયાન ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સની ટીમ પર ઓનલાઇન સટ્ટો રમતા બે આરોપીની પોલીસે ધરપકડ કરી છે. A બ્લોકમાં બેસીને સુશાંત ઓસ્તવાલ અને રાહુલ ત્યાગી મોબાઇલમાં એપ્લીકેશન મારફતે સટ્ટો રમી રહ્યા હતા.ઝોન 2 એલસીબી સ્કોડે બંનેને સટ્ટો રમતા ઝડપી પાડ્યા હતા.સુશાંત પાસેની એપ્લીકેશનમાં 22945 રૂપિયા બેલેન્સ હતું. જ્યારે રાહુલ ત્યાગીની એપ્લિકેશનમાં 1.23 લાખ અને 1.19 લાખ રૂપિયા બેલેન્સ હતું. બંને આરોપીઓ વિરોધ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોધી ધરપકડ કરીને મુદ્દમાલા કબજે કર્યો છે.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ દરમિયાન બે યુવકો દારૂ પીધેલી હાલતમાં સ્ટેડિયમમાં લથડિયા ખાતા હતા.આ દરમિયાન એસીપી રીના રાઠવા અને તેમના સ્ટાફના માણસો પેટ્રોલિંગ કરી રહ્યા હતા જેમણે બંને યુવકોને પકડીને કંટ્રોલ રૂમમાં સોંપ્યા હતા.બંનેની તપાસ કરતા ધર્મેશ પરમાર અને રોનક સોલંકી બંને માધુપુરાના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.બંને આરોપીઓ દારૂ પીધેલી હાલતમાં સ્ટેડિયમમાં આવ્યા હતા.બંને વિરુદ્ધ ચાંદખેડા પોલીસે ગુનો નોધી ધરપકડ કરી છે.