અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનનું રીડેવલપમેન્ટ થઇ રહ્યું છે. ત્યારે અમદાવાદ ડિવિઝનના વટવા સ્ટેશન પર મુસાફરોની સુવિધા માટે રિઝર્વેશન (આરક્ષિત) રેલવે ટિકિટ મેળવવા હેતુ પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ (PRS)ની સુવિધા શરૂ કરવામાં આવી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, પશ્ચિમ રેલવે ડિવિઝન દ્વારા વટવા સ્ટેશન પર રિઝર્વેશન સુવિધા સોમવારથી શનિવાર સવારે 08:00થી 12:00 અને 16:00થી 20:00 વાગ્યા સુધી ઉપલબ્ધ રહેશે અને રવિવારે આ સેવા સવારે 08:00થી બપોરે 14:00 વાગ્યા સુધી ઉપલબ્ધ રહેશે. વટવા સ્ટેશન પર રિઝર્વેશન ટિકિટિંગ સિસ્ટમ (PRS) શરૂ થવાથી, વટવા અને તેની આસપાસના વિસ્તારોના રહેવાસીઓને ટિકિટ રિઝર્વેશન માટે મણિનગર, કાલુપુર કે અન્ય સ્ટેશનો પર જવાની જરૂર રહેશે નહીં.
અમદાવાદ ડિવિઝનના વટવા સ્ટેશન પર મુસાફરોની સુવિધા માટે રિઝર્વેશન (આરક્ષિત) રેલવે ટિકિટ મેળવવા હેતુ પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ (PRS)ની સુવિધા મુદ્દે પશ્ચિમ રેલવે મુસાફરોને આ મહત્તમ લાભ લેવા મુસાફરીને વધુ અનુકૂળ બનાવવા વિનંતી કરવામાં આવે છે .